July 2, 2024

NCERTએ પાઠ્યપુસ્તકમાંથી બાબરી ધ્વંશ-ગોધરાકાંડ જેવાં ટોપિક હટાવ્યાં

નવી દિલ્હી: નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગએ ધોરણ 12 પોલિટિકલ સાયન્સની પાઠ્યપુસ્તકમાં ઘણા ફેરફારો કર્યા હોવાનું સામે આવ્યું છે. આ નવા સત્રના પુસ્તકોમાંથી હિંદુત્વની રાજનીતિ, બાબરી મસ્જિદ, ગુજરાતમાં થયેલા રમખાણો અને લઘુમતીઓ પરના કેટલાક વિષયો પુસ્તકમાંથી હટાવી દેવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી પુસ્કોમાંથી એવા વિષયો દૂર કરવામાં આવ્યા છે જે સંવેદનશીલ વિષયો છે.

ફેરફારો અપલોડ કર્યા
NCERTએ ગુરુવારે તેની વેબસાઇટ પર ઘણા ફેરફારો કરીને અપલોડ કર્યા છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન એટલે કે CBSE સાથે સંલગ્ન શાળાઓને પુસ્તકોને ભણાવવામાં આવે છે. આ બોર્ડ હેઠળ ગભગ 30,000 શાળાઓ જોડાયેલી છે. આ તમામ શાળાઓમાં આ બદલાવ સાથે પુસ્તકોમાંથી ભણાવવામાં આવશે. પોલિટિકલ સાયન્સ પુસ્તકના પ્રકરણ 8માં અયોધ્યા અને બાબરી મસ્જિદના વિશે લખેલું હતું જેના વિશે હટાવી દેવામાં આવ્યું છે.

ઉલ્લેખ દૂર કરવામાં આવ્યો
પાંચમા પ્રકરણમાં મુસ્લિમોને વિકાસના લાભોથી વંચિત રાખવાની વાત કરવામાં આવી છે. આ પુસ્તકમાં લખવામાં આવ્યું છે કે વર્ષ 2011ની વસ્તી પ્રમાણે મુસ્લિમો ભારતીય વસ્તીના 14.2% છે. લિંગ, ધર્મ અને જાતિ નામના પ્રકરણમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જાતિ, ધર્મ અને જાતિ નામના પ્રકરણની એક પંક્તિમાં લખવામાં આવ્યું છે કે આપણા દેશમાં સાંપ્રદાયિક રમખાણોનો ભોગ બનેલા મોટાભાગના લોકો ધાર્મિક લઘુમતીઓના લોકો છે.

સમુદાયને અસર કરતા નથી
2002 માં ગુજરાતમાં ગોધરા પછીના રમખાણો સમયે 1,000 થી વધુ લોકોના મોત થઈ ગયા હતા. જેમાં મોટા ભાગના મુસ્લિમ હતા. આ તમામ વાતને હવે કોર્સમાંથી દુર કરવામાં આવી છે. ઈતિહાસ અને સમાજશાસ્ત્ર પુસ્તક પણ અપડેટ કરવામાં આવ્યું છે. હડપ્પન સંસ્કૃતિ, આદિવાસીઓ અને લોકોની હિલચાલના ઇતિહાસમાં ઘણા ફેરફારો સાથે ઇતિહાસ અને સમાજશાસ્ત્ર પરના પુસ્તકને અપડેટ કરવામાં આવ્યું છે. રમખાણોની કેટલીક તસવીરો હતી સમાજશાસ્ત્રના પુસ્તકમાં તેને દુર કરવામાં આવી છે.