May 9, 2024

બાળકોને સાંતાક્લોઝ પાસે નહીં હનુમાનના ચરણોમાં મોકલો: ધીરેન્દ્ર શાસ્ત્રી

નવી દિલ્હી બાગેશ્વર ધામ સરકારના ધીરેન્દ્ર શાસ્ત્રી હમેંશા પોતાના વિરોધના કારણે ચર્ચામાં જોવા મળે છે. જોકે તેમનો વિરોધ માત્ર સનાતન ધર્મની વિરુદ્ધ કંઈ થતું હોય તો તેના માટે જ હોય છે. ફરી એક વાર તેઓ ચર્ચામાં આવ્યા છે.

ક્રિસમસને લઈને વિવાદાસ્પદ નિવેદન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજે ક્રિસમસને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે ક્રિસમસ ડેની ઉજવણી પશ્ચિમી સંસ્કૃતિનું પ્રતિક છે અને સનાતનમાં માનનારા લોકોએ પશ્ચિમી સંસ્કૃતિને અનુસરવી જોઈએ નહીં. ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે તમારા બાળકોને સાંતાક્લોઝને બદલે હનુમાનજીની પૂજા કરવા પ્રેરિત કરવા.

હનુમાનજી પાસે મોકલવા
બાબા બાગેશ્વરે ‘આ ક્રિસમસ સનાતનની સંસ્કૃતિને નથી. માતાપિતાએ પોતાના સંતાનોને નજીકના મંદિરોમાં હનુમાનજી પાસે મોકલવા જોઈએ. સાન્તાક્લોઝ પાસે ના મોકલવા જોઈએ. આજના દિવસે મા બાપની પૂજા અનેતુલસીની પૂજા કરવી જોઈએ. બાબા બાગેશ્વરે કે શુ આપણે પશ્ચિમી સંસ્કૃતિને અનુસરીએ છીએ? ભારતીયો અને સનાતનમાં વિશ્વાસ રાખતા લોકોએ તેનો વિચાર કરવો જોઈએ.

આદર્શો તરફ પ્રેરિત કરવા
બાબા બાગેશ્વરે કહ્યું કે આપણે પશ્ચિમી સંસ્કૃતિનો બહિષ્કાર કરવો જોઈએ. માતાપિતાએ તેમના બાળકોને મીરાબાઈ, હનુમાનજી, સ્વામી વિવેકાનંદના આદર્શો તરફ પ્રેરિત કરવા જોઈએ. મીડિયા સાથેની વાતમાં આ વાત બાબા બાગેશ્વરે કહી હતી. બાબા બાગેશ્વર સતત વિવાદાસ્પદ નિવેદનો આપતા રહે છે. આજે ક્રિસમસ પર આપ્યું છે. આ પહેલા શિરડી સાંઈ બાબાને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવાનો આરોપ લાગ્યો હતો. લોકોમાં રોષ જોવા મળ્યો હતો. બાબા બાગેશ્વર પર મુંબઈમાં તેની સામે એફઆઈઆર નોંધવાની પણ માંગ કરવામાં આવી હતી.

કોઈ સિંહ નથી બની શકતો
આરોપ એવો હતો કે ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે ‘આપણા ધર્મમાં શંકરાચાર્યનું સૌથી મોટું સ્થાન છે. તેઓએ સાંઈ બાબાને દેવતાનું સ્થાન આપ્યું નથી. ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે ‘શિયાળનું ચામડું પહેરીને કોઈ સિંહ નથી બની શકતો. જે બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીએ પોતાના આ નિવેદનને લઈને માફી માંગી હતી. માફી માંગતા તેમણે કહ્યું કે સાંઈ બાબા સંત-ફકીર હોઈ શકે છે અને લોકો તેમનામાં વ્યક્તિગત વિશ્વાસ ધરાવે છે. જેની સામે અમારો કોઈ વિરોધ નથી.અમારા શબ્દોથી જેમને ઠેસ પહોંચી છે તેમની અમે માફી માંગીએ છીએ.

આ પણ વાંચો: દારૂ પરની છૂટના નિર્ણયની આ બાજુ, પરમિશન સાથે પ્રોબ્લેમ પણ ખરા