May 20, 2024

હવે દ્વારકાના નાથની સોનાની નગરી જોઈ શકાશે…

અનાર્ત પ્રદેશ તરીકે ઓળખાતા ગુજરાતના રાજા અનાર્તની ઘરતી એટલે દ્વારકા. ભગવાનશ્રી કૃષ્ણના ભાઈ બલરામનું સાંસરુ એટલે દ્વારકા. ગોકુળના માખણ ચોરની ધરતી એટલે દ્વારકા. ગુજરાતનું દ્વારકા ભગવાનશ્રી કૃષ્ણ અને તેની લીલાઓના કારણે ઘણું જ પ્રખ્યાત છે. આ પ્રખ્યાત પર્યટન સ્થળને વધારે સુંદર બનાવવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા અનેક વિકાસ કાર્યો પણ કરવામાં આવી રહ્યા છે.

દ્વારકામાં જાહેર થયેલા વિકાસકામો

રાજ્યની સરકારે કેન્દ્ર સરકારની કંપની મઝગાંવ ડોક શિપયાર્ડ સાથે એમઓયુ કર્યા છે. જેની મદદથી સમુદ્રમાં સમયેલી શ્રીકૃષ્ણની સોનાની નગરીને જોઈ શકાશે. એક અહેવાલ મુજબ, સબમરીન લોકોને સમુદ્રની 300 ફૂટ નીચે લઈ જશે. જ્યાં હજારો વર્ષ પહેલા ડુબેલી ભગવાન શ્રીકૃષ્ણની નગરીને લોકોને બતાવવામાં આવશે.

કેવી રીતે થશે યાત્રા?

આ મુસાફરીમાં લગભગ 2થી 2.5 કલાકનો સમય લગાડશે. દ્વારકા દર્શન માટે ઉપયોગમાં લેનારી સબમરીનનું વજન લગભગ 35 ટન હશે, આ સબમરીન સંપુર્ણ એરકન્ડિશનર હશે. જેમાં એક સાથે 30 લોકોને બેસાડવાની સુવિધા હશે. તમામ સીટો પર વિન્ડો વ્યુ આપવામાં આવશે. જોકે, આ સબમરિનમાં 24 લોકોને જ બેસાડવામાં આવશે. દ્વારકા દર્શન માટે સબમરીનનું ભાડું હજૂ નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ હશે તો વધારે જ. બની શકે છે સરકાર સામાન્ય નાગરીકો માટે એ યાત્રા માટે સબસિડીની પણ વ્યવસ્થા કરી શકે છે.