January 23, 2025

રોહિત શર્માની સફળ કેપ્ટન્સી વિશે ભૂતપૂર્વ બેટિંગ કોચે કહી આ વાત

Rohit Sharma Captaincy: ટીમ ઈન્ડિયાનું નામ આવે એટલે ચોક્કસ રોહિતની કપ્તાનીના વખાણ કરવામાં આવે છે. ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટિંગ કોચ, વિક્રમ રાઠોરે ટીમના વર્તમાન કેપ્ટન રોહિત શર્માના વખાણ કર્યા છે.

સફળ કેપ્ટનશિપનું રહસ્ય
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ બેટિંગ કોચ વિક્રમ રાઠોડે એક પોડકાસ્ટ સાથેની વાતમાં જણાવ્યું કે ભલે રોહિત ક્યારેક ટોસ સમયે બેટિંગ કે બોલિંગનો નિર્ણય ભૂલી જાય છે અથવા તો તેનો ફોન અને આઈપેડ ટીમ બસમાં છોડી દે છે, પરંતુ તેની સ્ટ્રેટેજી અને ગેમ પ્લાન હંમેશા તેના મગજમાં હોય છે. “રોહિત પોતાના પ્લાનિંગમાં ખૂબ માહેર છે. મે ક્યારેય પણ એવા કેપ્ટનને નથી જોયો કે જે ટીમ મીટિંગ અને સ્ટ્રેટેજી સાથે ચાલતો હોય.

આ પણ વાંચો: દુલીપ ટ્રોફીમાંથી બહાર થવા પર રિંકુ સિંહનો ચોંકાવનારો જવાબ

અન્ય કેપ્ટનથી અલગ બનાવે
વિક્રમ રાઠોડે કહ્યું કે રોહિતનો ખેલાડીઓ સાથે ગાઢ સંબંધ અને તેમની જરૂરિયાતોને સમજવાની ક્ષમતા તેને અન્ય કેપ્ટન કરતા અલગ બનાવે છે. તે બીજા ખેલાડીઓ સાથે ઘણો સમય વિતાવે છે. આ સાથે તે ખેલાડીઓના વિચારોને સમજે છે. રાઠોડે T20 વર્લ્ડ કપ 2024 ફાઈનલનો એક રસપ્રદ કિસ્સો કહ્યો હતો. જેમાં તેમણે રોહિતે જસપ્રિત બુમરાહને ડેથ ઓવર્સ પહેલા બોલિંગ કરવા માટે મોકલ્યો. આ બાદ ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. રાઠોડે કહ્યું- “રોહિતની આ રણનીતિ આશ્ચર્યજનક હતી, પરંતુ આ નિર્ણયથી અમને મેચ જીતવામાં મદદ મળી.”

રોહિત શર્માની કપ્તાની હેઠળ ટીમ ઈન્ડિયાની સિદ્ધિઓ:
વિરાટ કોહલી પછી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળનાર રોહિત શર્માએ તેમની કેપ્ટનશીપ હેઠળ ટીમને સતત ત્રણ આઈસીસી ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચાડી, જેમાં 2023 એશિયા કપ અને તાજેતરમાં સમાપ્ત થયેલ ટી20નો સમાવેશ થાય છે. વર્લ્ડ કપ 2024. છે. રોહિતના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયાને માત્ર મેદાન પર જ નહીં પરંતુ ડ્રેસિંગ રૂમમાં પણ સકારાત્મક અને ખુલ્લું વાતાવરણ મળ્યું છે, જ્યાં દરેક ખેલાડી આરામદાયક અનુભવે છે.