January 27, 2025

વોટર હેલ્પલાઇન એપમાં સેકન્ડમાં આ રીતે જાણો તમારું મતદાન મથક

Lok Sabha Election 2024: લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું આવતીકાલે મતદાન છે. આ મતદાન 13 રાજ્યોની 89 બેઠકો માટે મતદાન પર થવાનું છે. જો તમારે ત્યાં પણ કાલે મતદાન છે તો તમારે પોલિંગ બૂથ વિશે જાણવું જરૂરી છે. વોટર હેલ્પલાઈન એપ પરથી તમારા મતદાન મથક વિશે તમે માહિતી મેળવી શકો છો.

એપની સુવિધા રજૂ કરી
આ વર્ષની સામાન્ય ચૂંટણી માટે 19 એપ્રિલ, 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના મતદાન થવાનું છે. મતદાનના પરિણામ 4 જૂને આવવાના છે. તમારે પણ કાલે મતદાન છે અને તમે મતદાન દેવા જવાના છો તો ઓનલાઈન સર્ચ પોલિંગ બૂથ વિશે માહિતી હોવી જરૂરી છે. ચૂંટણી પંચે મતદાર હેલ્પલાઇન એપની સુવિધા રજૂ કરી છે. જેમાંથી તમે ઓનલાઈન સર્ચ પોલિંગ બૂથ તમે જોઈ શકો છો.

આ પણ વાંચો: YouTubeનું ભવિષ્ય હવે જોખમમાં!

આ રીતે મેળવો માહિતી
સૌથી પહેલા તમારા ફોનમાં હેલ્પલાઈન એપ ડાઉનલોડ કરો. ત્યારબાદ તમારે એકાઉન્ટમાં લોગ ઇન કરવાનું રહેશે. આ પછી એકાઉન્ટ લોગ-ઇન પ્રક્રિયા કરો. મોબાઇલ નંબર અને પાસવર્ડ દાખલ નાંખો. ત્યારબાદ OTP નાંખવાનો રહેશે. લોગ ઇન કર્યા બાદ તમારે મતદાર સેવાઓ પર ટેપ કરવાનું રહેશે. આ પછી તમારે Know Your Polling Station Details પર ટેપ કરવાનું રહેશે. પછી તમારે હવે તમારે સર્ચ પોલિંગ સ્ટેશન પર ટેપ કરવાનું રહેશે. આ કરતાની સાથે જ તમને માહિતી સ્ક્રીન પર જોવા મળશે.