તમિલનાડુના રાજ્યપાલે મંત્રીને શપથ અપાવવાની ના પાડી, સરકાર SCમાં પહોંચી
Tamilnadu: રાજ્યપાલ આરએન રવિ વિરૂદ્ધ તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. આ અરજીની તત્કાલ સુનાવણી માટે તમિલનાડુ સરકારે માંગ કરી છે. મહત્વનું છેકે, તમિલનાડુના CM એમ.કે. સ્ટાલિનને રાજ્યપાલ આર.એન. રવિએ વરિષ્ઠ ડીએમકેના નેતા પોનમુડીને મંત્રી પદના શપથ આપવાની અપિલ કરી હતી, પરંતુ રાજ્યપાલે CMની ભલામણને માનવાનો ઈનકાર કર્યો છે. તેની સામે રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. કોર્ટે પોનમુડીની સજા પર રોક લગાવી છે. મુખ્યમંત્રીએ તેને મંત્રીપદ માટે નિયુક્ત કરી છે. જે અંગે રાજ્યપાલને ભલામણ કરવામાં આવી છે. તેના પર રાજ્યપાલે પોનમુડીની મંત્રી પદની નિયુક્તિને અસંવૈધાનિક બતાવીને મુખ્યમંત્રીની ભલામણને ખારીજ કરી છે.
શું છે તમિલનાડુ સરકારની અરજી?
તમિલનાડુ સરકાર તરફથી વરિષ્ઠ વકીલ એ.એમ.સિંઘવીએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. જેમાં સુપ્રીમ કોર્ટેને સુનાવણી માટે વાત કરી છે. સિંઘવીએ અરજીમાં કહ્યું કે, રાજ્યપાલે ફરી એવું કર્યું છે. જે મુદ્દા પર આ પહેલા પણ સુપ્રીમ કોર્ટો સુનાવણી કરી ચૂક્યું છે. કોર્ટે પોનમુડી
DMKએ રાજ્યપાલના રાજીનામાની કરી માગ
તમિલનાડુના શાસક પક્ષ ડીએમકેએ મુખ્યમંત્રીની ભલામણને સ્વીકારવાનો ઇનકાર કરવા બદલ રાજ્યપાલ આરએન રવિના રાજીનામાની માંગ કરી છે. ડીએમકેના પ્રવક્તા સર્વનન અન્નાદુરાઈએ સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છેકે, ‘રાજ્યપાલનું વર્તન દિવસેને દિવસે ખરાબ થઈ રહ્યું છે. તેઓ રાજ્યપાલ પદ માટે શરમજનક છે. તે કાયદા મુજબ અને સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ કામ કરી રહ્યા નથી. પોનમુડીને દોષિત ઠેરવવા પર સુપ્રીમ કોર્ટ દ્વારા રોક લગાવવામાં આવી છે. જેના કારણે તેમની વિધાનસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જ્યારે તેઓ ધારાસભ્ય બની ગયા છે તો તેમને મંત્રી તરીકે ગેરલાયક ઠેરવી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે તેના ઘણા નિર્ણયોમાં આ સ્પષ્ટ કર્યું છે.
શું છે સમગ્ર મામલો?
વરિષ્ઠ ડીએમકે નેતા કે પોનમુડી અને તેમની પત્નીને મદ્રાસ હાઈકોર્ટે અપ્રમાણસર સંપત્તિ અને ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવ્યા હતા અને ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. જે બાદ લોકોના પ્રતિનિધિત્વ કાયદા હેઠળ, પોનમુડીએ મંત્રી પદેથી રાજીનામું આપવું પડ્યું હતું અને તેમને વિધાનસભાના સભ્યપદ માટે પણ ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. પોનમુડીએ હાઈકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જ્યાં તેને રાહત મળી હતી અને સુપ્રીમ કોર્ટે પોનમુડીની સજા પર રોક લગાવી દીધી હતી. જેના કારણે ડીએમકેના નેતાની વિધાનસભા પુનઃસ્થાપિત કરવામાં આવી હતી. સીએમ સ્ટાલિને રાજ્યપાલને પત્ર લખ્યો હતો અને પોનમુડીને ફરીથી મંત્રી તરીકે શપથ લેવાની ભલામણ કરી હતી. જેને રાજ્યપાલે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.