January 24, 2025

અમરેલીના સરદાર પ્રેમી ઉજવશે લોહ પુરુષની ભવ્ય જન્મજયંતી

દશરથસિંહ રાઠોડ, અમરેલી: બાબરા તાલુકાના ચમારડી ગામના સરદાર પ્રેમી ગોપાલ વસ્તરપરા પોતાના વતન ચમારડીને ચમકાવવા માટે તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આગામી 31 ઓક્ટોબર એટલે કે સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિના દિવસથી ચમારડી ગામની ભાગોળે ભવ્ય કાર્યક્રમ યોજાશે.

બાબરા તાલુકાના ચમારડી ગામના ગોપાલભાઈ વસ્તરપરા નો સરદાર વલ્લભભાઈ પટેલ પ્રત્યે પ્રેમ સમગ્ર પંથકમાં જાણીતો છે. અને દર વર્ષે લોખંડી પુરુષ સરદાર પટેલની જન્મ જયંતિની ઉજવણી કૈક અનોખી રીતે કરે છે ગત સાલ 148 ની સરદાર વલ્લભભાઈ ની જન્મ જયંતી ની દિવસે 148 વલ્લભભાઈ નામના અલગ અલગ સમાજ ના વ્યક્તિઓ નું સન્માન કરાયું હતું આ દેશ માટે રાષ્ટ્ર માટે મહા પુરુષો જે બલિદાનો આપ્યા છે તેને જીવંત રાખવાના પ્રયાસ ગોપાલ વસ્ત્રપરા દ્વારા કરવામાં આવી રહ્યા છે હાલ તેઓ પોતાના વતન ચમારડી ગામને ચમકાવવાની કવાયત કરી રહ્યા છે. અને આ ગામની ચમક આગામી સરદાર પટેલ જન્મ જયંતિના દિવસે સમગ્ર પંથક માટે પ્રેરણાદાયી હશે.

ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા ચમારડી ગામની ભાગોળે મહાત્મા ગાંધી, સરદાર પટેલ, કૃષ્ણકુમાર સિંહજી, કેશુભાઈ પટેલ, ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, ડો. બાબાસાહેબ આંબેડકર સ્વામી વિવેકાનંદ સહિતના ૧૨ મહાનુભવો ની પુરાકદ ની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે સાથોસાથ દેવાધી દેવ મહાદેવ ની ભવ્ય મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે. આ તમામ પ્રતિમાનું અનાવરણ આગામી ૩૧ ઓક્ટોબર ના દિવસે કરવામાં આવશે.ચમારડી ગામની ભાગોળ નો ભુગોળ બદલવા માટે સરદાર પ્રેમી ગોપાલ વસ્ત્રપરા રાત દિવસ એક કરી રહ્યા છે. અહી માત્ર પ્રતિમાઓ સ્થાપિત કરવાની સાથે સાથે રાહદારીઓ માટે અને મુસાફરો માટે સુવિધાયુક્ત બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે સરદાર પ્રેમી ગોપાલભાઈ વસ્તરપરા દ્વારા અત્યાર સુધીમાં લગભગ બે હજાર થી વધુ ગામોમાં સરદાર વલ્લભભાઈ પટેલની પૂરા કદની પ્રતિમા નિ:શુલ્ક આપવામાં આવી છે અનાવરણ પ્રસંગે અમરેલી જિલ્લામાંથી તમામ ગામોમાંથી નર્મદાના નિર્ લાવી આ મહાનુભાવોની પ્રતિમાને અભિષેક કરવામાં આવશે આવનારી સરદાર વલ્લભભાઈ પટેલ ની જન્મ જયંતી પ્રસંગે ગુજરાત ભર માંથી રાજકીય સામાજિક અને સંતોની વિશેષ ઉપસ્થિતિ રહેશે.