December 24, 2024

કોલકાતા રેપ વિથ મર્ડર કેસમાં સાક્ષી મલિકની પ્રતિક્રિયા

Sakshi Malik On Kolkata Doctor Murder Case: ભારતીય કુસ્તીબાજ સાક્ષી મલિકે કોલકાતા ડૉક્ટર મર્ડર રેપ કેસ પર એક પોસ્ટ શેર કરી હતી. સાક્ષી મલિકે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે હું દેશની તમામ બહેનોને કહું છું કે, કાલી માનું રૂપ ધારણ કરવાનો સમય આવી ગયો છે, જેથી કરીને કોઈ ખરાબ વ્યક્તિ તેની તરફ ખોટા ઈરાદાથી પણ ન જુવે.

હવે સાક્ષી મલિક લડશે ચૂંટણી
સાક્ષી મલિક સોશિયલ મીડિયા પર સતત ટ્રેન્ડમાં જોવા મળી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સાક્ષી મલિક હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. જોકે આ વિશે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. પરંતુ એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે કોંગ્રેસ પાર્ટીની ટિકિટ પર ચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી શકે છે.

આ પણ વાંચો: મનુ ભાકર અને નિરજ ચોપરામાંથી કોણ વધુ ધનિક છે?

તો સાક્ષી મલિક જશે રાજ્યસભામાં
આ તમામ અટકળો વચ્ચે પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને જેજેપી નેતા દુષ્યંત ચૌટાલાએ ઓલિમ્પિક મેડલ વિજેતા કુસ્તીબાજો બજરંગ પુનિયા અને સાક્ષી મલિકને રાજ્યસભામાં મોકલવાની હિમાયત કરી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં વિનેશ ફોગટની ઉંમર વચ્ચે આવી હતી. નોમિનેશનની લાસ્ટ તારીખ 21 ઓગસ્ટ છે. દુષ્યંત ચૌટાલાએ એમ પણ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાને અપીલ છે કે તેઓ બજરંગ પુનિયા અને સાક્ષી મલિકને રાજ્યસભા માટે માંગે, જેજેપી સમર્થન કરશે.