સદ્ગુરુએ જીવનું જોખમ હોવા છતાં મીટિંગ કેન્સલ ન કરી, 40 વર્ષનો ઇતિહાસ જાળવ્યો
નવી દિલ્હીઃ સદ્ગુરુ તરીકે જાણીતા જગ્ગી વાસુદેવે 40 વર્ષનો ઇતિહાસ જાળવી રાખવા માટે બ્રેઇન હેમરેજની સર્જરી અટકાવી હતી અને એક અગત્યની મીટિંગમાં સામેલ થયા હતા. બ્રેઇન હેમરેજને કારણે તેમનો જીવ જોખમમાં હતો. અંતે તેઓ સારવાર માટે માન્યા અને એપોલો હોસ્પિટલમાં ડોક્ટરની ટીમે સર્જરી કરી હતી. સર્જરી બાદ તેમની ઝડપથી રિકવરી થઈ રહી છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જણાવ્યુ છે કે, તેમણે સદ્ગુરુ સાથે ફોન પર વાત કરી અને ત્યારબાદ ઝડપથી સ્વસ્થ થવાની વાત પણ કરી હતી.
એપોલો હોસ્પિટલના ડાયરેક્ટર મેડિકલ સર્વિસિસ ડૉ. બિપિન પુરીએ સદ્ગુરુના સ્વાસ્થ્ય બુલેટિનની જાહેરાત કરી હતી. બુલેટિન પ્રમાણે, તેઓ જીવલેણ સ્થિતિમાં પહોંચી ગયા હતા. આ સ્થિતિ તેમના માટે જીવલેણ પણ સાબિત થઈ શકે છે. તેઓ છેલ્લા ચાર અઠવાડિયાથી માથાના દુખાવાથી પરેશાન હતા. દુખાવો હોવા છતાં તેમણે રૂટિન ચાલુ રાખ્યું હતું. માર્ચમાં મહાશિવરાત્રીની ઉજવણીમાં પણ ભાગ લીધો હતો.
આ પણ વાંચોઃ મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં વહેલી સવારે ભૂકંપના આંચકા
પરંતુ 15 માર્ચે તેમનો માથાનો દુખાવો ખૂબ જ ગંભીર થઈ ગયો હતો. ત્યારપછી તેમણે બપોરે 3.45 વાગ્યે એપોલો હોસ્પિટલના ન્યુરોલોજિસ્ટ ડૉ. વિનીત સૂરી પાસે પહોંચ્યા હતા. ડોક્ટર સુરીને સબડ્યુરલ હેમેટોમાની આશંકા હતી. સાંજે 4.30 કલાકે તેમના મગજનો એમઆરઆઈ કરવામાં આવ્યો હતો. એમઆરઆઈ તપાસમાં જાણવા મળ્યું કે, તેના મગજમાં મોટા પ્રમાણમાં રક્તસ્ત્રાવ થયો હતો. પુરાવા મળ્યા હતા કે ક્રોનિક રક્તસ્રાવ 3થી 4 અઠવાડિયા માટે થયો હતો અને રક્તસ્રાવ પણ છેલ્લા 24થી 48 કલાકમાં થયો હતો. ત્યારબાદ તેમને તાત્કાલિક દાખલ થવાની સલાહ આપી હતી.
આ સમયે જ તેમની એક મહત્વપૂર્ણ બેઠક હતી. તેઓ 15 માર્ચે ઈન્ડિયા ટુડે કોન્ક્લેવમાં ભાગ લેવાના હતા. તેમણે કહ્યું કે, 40 વર્ષમાં એક પણ મીટિંગ કેન્સલ થઈ નથી. અત્યંત દુખાવો હોવા છતાં તેમણે બેઠક પૂરી કરી અને આ માટે પેઇનકિલર પણ લીધી હતી. 17 માર્ચે તેમનો દુખાવો વધી ગયો હતો. તેમના ડાબા પગમાં નબળાઈ અને માથાનો દુખાવા સાથે ઉલ્ટી શરૂ થઈ હતી. આખરે 17 માર્ચે તેમને દાખલ કરવામાં આવ્યા અને તાત્કાલિક સર્જરીની સલાહ આપવામાં આવી હતી. આ દરમિયાન જાણવા મળ્યું કે, તેમની ન્યુરોલોજિકલ સ્થિતિ ઝડપથી બગડી રહી છે. 17 માર્ચે સીટી સ્કેન કરવામાં આવ્યું હતું, જેમાં મગજમાં સોજો વધી ગયો હતો અને તે જીવલેણ સાબિત થઈ શકે છે.
એપોલો હોસ્પિટલના ડો. વિનીત સુરી, ડો. પ્રણવ કુમાર, ડો. સુધીર ત્યાગી અને ડો. એસ. ચેટરજીની ટીમે મગજની ઇમર્જન્સી સર્જરી કરી હતી. સર્જરી દરમિયાન ત્યાં એકઠું થયેલું લોહી કાઢી નાખવામાં આવ્યું હતું. ડૉક્ટર વિનીત સૂરીએ કહ્યું કે, તેમની રિકવરી સારી થઈ રહી છે. તેમના મગજ, શરીર અને પરિમાણોમાં સુધારો થઈ રહ્યો છે. ડૉક્ટર સુરીએ એમ પણ કહ્યું કે, સારવાર સિવાય તેઓ પોતાની રીતે પણ સ્વસ્થ થઈ રહ્યા છે.