May 4, 2024

સચિનની પેરા ક્રિકેટર આમીર હુસૈન સાથે મુલાકાત, શેર કર્યો હૃદયસ્પર્શી વીડિયો

sachin tendulkar meet amir husain loan share video on social media

સચિને પેરા ક્રિકેટર હુસૈન લોન સાથે મુલાકાત કરી હતી.

અમદાવાદઃ સુપ્રસિદ્ધ ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકર જમ્મુ અને કાશ્મીરના પ્રવાસે ગયા હતા. ત્યારે તેમણે પ્રેરણાદાયી પેરા ક્રિકેટર આમીર હુસૈન લોનને મળવાની તેમની ઇચ્છા પૂરી કરી હતી. 8 વર્ષની વયે અકસ્માતમાં હાથ ગુમાવનાર હુસૈન લોને રાજ્યની પેરા ક્રિકેટ ટીમના કેપ્ટન બનવા માટેના મોટા પડકારોનો સામનો કર્યો હતો.

સચિન હુસૈન લોનની ઇન્સપાયરિંગ સ્ટોરી અને રમવાની અલગ શૈલીથી પ્રભાવિત થયો હતો. લોન તેની ગરદન અને ખભાનો ઉપયોગ કરી તેના પગ અને બેટ વડે બોલિંગ કરે છે. તેણે સોશિયલ મીડિયા પર મિસ્ટર લોનના નિશ્ચય અને રમત પ્રત્યેના જુસ્સા માટે પ્રશંસા વ્યક્ત કરતી પોસ્ટ કરી હતી. ઉલ્લેખનીય છે કે, સચિન તેંડુલકરે લોનને મળવા અને તેના નામની જર્સી મેળવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.

સચિન તેંડુલકરે એક્સ પોસ્ટમાં લખ્યુ હતુ કે, ‘… આમિરે અશક્યને શક્ય બનાવ્યું છે. તે રમત માટે કેટલો પ્રેમ અને સમર્પણ ધરાવે છે. આશા છે કે હું એક દિવસ તેમને મળીશ અને તેમના નામની જર્સી મેળવીશ. લાખો લોકોને પ્રેરણા આપવા બદલ ધન્યવાદ.’

તેમના કહેવા પ્રમાણે, તેંડુલકર કાશ્મીરના પ્રવાસ દરમિયાન લોનને મળ્યા હતા. તેમની હ્રદયસ્પર્શી મુલાકાત ઓનલાઈન શેર કરવામાં આવેલા વીડિયોમાં જોઈ શકાય છે. જેમાં તેમની વાતચીત અને તેંડુલકરે લોનને ક્રિકેટ બેટ ગિફ્ટમાં આપ્યું છે. આ મિટિંગ તેંડુલકરની નમ્રતા અને ખેલદિલીને ઉજાગર કરે છે, પરંતુ પ્રેરણાનો મજબૂત સંદેશ પણ આપે છે.

સચિને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં અમીર અને તેના પરિવાર સાથેની તેમની મુલાકાત જોઈ શકાય છે. તેમણે વીડિયોના કેપ્શનમાં લખ્યુ હતુ કે, ‘આમીરને.. હકીકતમાં હીરો… પ્રેરણા આપતા રહો! તમને મળીને આનંદ થયો’.

મિસ્ટર લોનની સફર અને મિસ્ટર તેંડુલકરના હાવભાવથી ઘણાં લોકોને શીખ મળે છે કે, જુસ્સો અને નિશ્ચય કોઈપણ અવરોધને દૂર કરી શકે છે.