December 24, 2024

સાબર સ્ટેડિયમમાં જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધા, જેએમ તન્ના હાઇસ્કૂલની વિદ્યાર્થિનીઓએ મેળવ્યા બે ગોલ્ડ મેડલ

સાબરકાંઠાઃ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અંતગર્ત ઈન-સ્કૂલ યોજના દ્વારા કાર્યરત જેએમ તન્ના હાઈસ્કૂલ કડિયાદરાની વિદ્યાર્થિનીઓ એસજીએફઆઈ અંડર-14, 17, 19 વોલીબોલની જિલ્લા કક્ષા સ્પર્ધા સાબર સ્ટેડિયમ હિંમતનગર મુકામે યોજાઈ હતી.

આ સ્પર્ધામાં સ્પોર્ટ્સ અથોરિટી ઓફ ગુજરાત અંતગર્ત ઈન-સ્કૂલ યોજના દ્વારા કાર્યરત જેએમ તન્ના હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓએ ઉતકૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં અંડર -17 અને અંડર-19 કેટેગરીમાં ગર્લ્સ ટીમે જિલ્લા કક્ષાની વોલીબોલ સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવી બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી શાળાના અને કડિયાદરા ગામનું નામ રોશન કર્યું છે.

આ સ્પર્ધામાં જીતવા બદલ શાળાના કોચ બીવન સુવેરા અને કમલેશ રાઠવા તેમજ શાળાના પ્રિન્સિપાલ દીપકભાઈ ચૌધરી અને જગદીશભાઈ દવે અને શાળાના સમગ્ર પરિવારે આગામી દિવસોમાં રાજ્ય કક્ષાએ ટીમ જવાની હોવાથી શુભકામનાઓ પાઠવી હતી.