December 23, 2024

જનેતા છે કે જલ્લાદ? ઇડરના અચરાલ ગામે માતાએ 15 દિવસનું બાળક કૂવામાં ફેંક્યું

સાબરકાંઠાઃ જિલ્લાના ઈડરના અચરાલ ગામે 18 વર્ષીય માતાએ સામાન્ય બાબતે કાળજાના કટકાને 150 ફૂટ ઊંડા પાણી ભરેલા કૂવામાં ફેંકી દેતા તેનું મોત નીપજ્યું છે. જેના પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ છે. જો કે, અપહરણની ફરિયાદ બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરતા માતા એ જ ગુનો કબૂલાત પોલીસે માતાની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાબરકાંઠાના ઇડરના અચરાલ ગામે 18 વર્ષીય લક્ષ્મીબેન ચૌહાણ નામની માતાએ પંદર દિવસના બાળકને કૂવામાં ફેંકી દેતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી સર્જાય ગઈ છે. લક્ષ્મીબેન ચૌહાણનો સમગ્ર પરિવાર મજૂરી અર્થે આસપાસના વિસ્તારમાં ગયો હતો. આ દરમિયાન 15 દિવસનું બાળક અચાનક જમીન ઉપર પડી જતા તેના નાકમાંથી લોહી વહેવા લાગ્યું હતું. જેથી લક્ષ્મીબેન ચૌહાણ અત્યંત ગભરાઈ જતા તેમને પરિવાર થકી ભય જણાતા તેમને કાગળમાં લપેટી વ્હાલસોયા કટકા નહીં પથ્થર બાંધી નજીકના કૂવામાં ધકેલી ઘરે આવ્યા હતા.

તેમજ ઘરે આવી પંદર દિવસના બાળકને અજાણ્યા લોકો દ્વારા અપહરણ થયા હોવાનું જણાવતા જાદર પોલીસ મથકે આ મામલે જાણવા જોગ કરી હતી. જો કે, 15 દિવસનું બાળક અપહરણ મામલે જિલ્લા પોલીસે એસઓજી એસસીબી સહિતની ટીમો કામે લગાડી હતી. તેમજ સમગ્ર પરિવારને જાદર પોલીસ સ્ટેશનને લાવવામાં આવ્યો હતો. આ સાથે લક્ષ્મીબેન ચૌહાણને પોલીસે વિવિધ યુક્તિ-પ્રયુક્તિથી પૂછતા તેમને સમગ્ર ગુનો કબૂલી લીધો હતો.