સાબરકાંઠામાં બર્થડે કેક કાપવાના બહાને શિક્ષકનું વિદ્યાર્થિની પર દુષ્કર્મ, તબિયત લથડતા ભાંડો ફૂટ્યો
![](https://newscapita7e21f6b31c.blob.core.windows.net/blobnewscapita7e21f6b31c/2025/02/Sabarkantha-Crime-News-2.jpg)
સાબરકાંઠાઃ જિલ્લામાં શિક્ષણજગતને શર્મશાર કરતી ઘટના સામે આવી છે. જેમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર શિક્ષક દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે, ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. હિંમતનગરની તાલુકા ગ્રામ્ય શાળામાં ભણતી વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. બર્થ ડે કેક કાપવાના બહાને દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. ધોરણ 10માં અંગ્રેજી અને સંસ્કૃત ભણાવતા શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું છે.
હવસખોર શિક્ષક ભૂલ્યો ભાન.
ધોરણ 10માં અભ્યાસ કરતી સગીરા સાથે આચર્યું દુષ્કર્મ.
નરાધમ શિક્ષક રાહુલ પરમાર સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ.
#Crime | #Teacher | @SPSabarkanthaReport : @MeghaChirag1 pic.twitter.com/BPT0dU9geq
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) February 13, 2025
ઇડર રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. સતત બે કલાક સુધી દુષ્કર્મ આચરતા વિદ્યાર્થિનીની તબિયત લથડી હતી. સગીરાની સ્થિતિ બગડતા તેને સિવિલ હોસ્પિટલમાં મૂકી શિક્ષક ફરાર થઈ ગયો હતો. ત્યારે આ સમગ્ર મામલે સગીરાએ પરિવારજનને જાણ કરતા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે આ મામલે ફરિયાદ નોંધી આરોપી શિક્ષકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટના બાદ સ્કૂલ, વહીવટી તંત્ર સહિત વાલીજગતમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.