ઋતુરાજ ગાયકવાડે ઓરેન્જ કેપની યાદીમાં કરી દીધો મોટો ફેરફાર
IPL 2024: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે. આ સાથે જ ઓરેન્જ કેપ લિસ્ટમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે. ગઈ કાલની મેચ બાદ ઘણા ફેરફાર જોવા મળ્યા છે. CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે આ વર્ષની IPLમાં પોતાની પ્રથમ સદી ફટકારીને ઘણા ફેરફારો કર્યા છે. પરંતુ મહત્વની વાત એ છે કે અત્યાર સુધી વિરાટ કોહલી હજૂ પણ નંબર વન પર છે.
સ્ટ્રાઈક રેટથી બેટિંગ
આ વર્ષની IPLમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલી છે, જે હજુ પણ પ્રથમ સ્થાન પર છે. વિરાટે 8 મેચ રમીને 379 રન બનાવ્યા હતા. ઋતુરાજ ગાયકવાડે LSG સામે 108 રનની શાનદાર ઇનિંગ રમી હતી. બે અડધી સદી બાદ હવે તેના નામે સદી છે. તેની એવરેજ 58.17 છે અને તે 142.44ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી રહ્યો છે. 8 મેચમાં 318 રન બનાવનાર રાજસ્થાન રોયલ્સના રિયાન પરાગ ચોથા ક્રમે હાલ છે. સંજુ સેમસને 8 મેચમાં 314 રન પોતાના નામે કર્યા છે.
આ પણ વાંચો: માર્કસ સ્ટોઇનિસે IPLમાં 13 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
પર્પલ કેપ માટે સખત લડાઈ
દરમિયાન, પર્પલ કેપ માટેની રેસ વધુ રસપ્રદ બની રહી છે. ત્રણ બોલરોએ સમાન 13 વિકેટ લીધી છે. રસપ્રદ વાત એ છે કે તેમની મેચ પણ બરાબર છે. મુંબઈ ઈન્ડિયન્સના જસપ્રીત બુમરાહે 8 મેચમાં 13 વિકેટ લીધી છે. રાજસ્થાન રોયલ્સના યુઝવેન્દ્ર ચહલે પણ આટલી જ મેચોમાં 13 વિકેટ ઝડપી છે. હર્ષલ પટેલ પણ 8 મેચમાં 13 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. CSKના મુસ્તાફિઝુર રહેમાન અને ગેરાલ્ડ કોએત્ઝી 12-12 વિકેટ સાથે ચોથા અને પાંચમા સ્થાને છે.