December 25, 2024

ઋતુરાજ ગાયકવાડે કરી ધોનીની બરાબરી, પહેલી મેચમાં કેપ્ટન અને જીત..!

અમદાવાદ: ગઈ કાલે IPL 2024ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે જીત પ્રાપ્ત કરી છે. જેમાં ચેન્નાઈ સુપર કિંગ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 6 વિકેટે જીત મેળવીને IPL 2024ની ભવ્ય શરૂઆત કરી દીધી છે. ખાસ વાત એ હતી કે ઋતુરાજ ગાયકવાડ કપ્તાનીમાં પ્રથમ મેચમાં જીત મળી છે. જાણો CSKએ આ મેચમાં સંપૂર્ણ રીતે વર્ચસ્વ કેવી રીતે જમાવ્યું હતું.

ઋતુરાજ ગાયકવાડની કપ્તાની
ઋતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપમાં ગઈ કાલે ભવ્ય જીત થઈ હતી. ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચ CSKએ 6 વિકેટથી ચેન્નાઈ સુપર કિંગ્સે જીત પ્રાપ્ત કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જે લક્ષ્ય હતો તે પુર્ણ કર્યો હતો. આ પહેલા કહેવામાં આવતું હતું કે આવું માત્ર ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની જ કરી શક્યા હતા. હવે ઋતુરાજ ગાયકવાડે કરી બતાવ્યું છે.

આ પણ વાંચો:  VIDEO: મેક્સવેલે બાઉન્ડ્રી લાઇન પર પકડ્યો કેચ, રહાણે જોતો જ રહી ગયો

ગાયકવાડે કરી બતાવ્યું
અત્યાર સુધીનો રેકોર્ડ છે કે ચિદમ્બરમ સ્ટેડિયમમાં કયારે પણ ચેન્નાઈ સુપર કિંગ્સને હારનો સામનો કરવાનો વારો આવ્યો નથી. આવું પહેલી વાર બન્યું કે ધોની કેપ્ટનમાં ના હોય તો બીજા કોઈ કેપ્ટન થકી જીત પ્રાપ્ત કરે. જેના કારણે આ જીત પ્રાપ્ત કરતાની સાથે હવે ધોની પછી બીજો એવો ખેલાડી બની ગયો છે જે ટીમને જીત અપાવી શકે છે. જોકે કે આ મેચ દરમિયાન ગાયકવાડ ધોનીની સલાહ લેતા નજરે ચડ્યા હતા. ગાયકવાડની વાત કરવામાં આવે તો તેમણે 15 રનની ઇનિંગ રમી હતી.

કોઈ દબાણ નથી
ગાયકવાડે આરસીબી સામે જીત મળ્યા બાદ તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે આ જવાબદારી નિભાવવા મળી છે જેના કારણે મને સારો અનુભવ થઈ રહ્યો છે. હું કોઈ પણ પ્રકારનો દબાણનો અનુભવ કરતો નથી. જોકે તેમણે તેવું પણ કહ્યું કે આ પરિસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી તેનો મને અનુભવ છે અને માહી ભાઈ પણ મેદાનમાં હાજર હતા. જોકે ગઈ કાલની પ્રથમ મેચમાં લોકોને મજા પડી ગઈ હતી.