January 22, 2025

રશિયા યુક્રેન પર પરમાણુ હુમલો કરવાનું વિચારી રહ્યું હતું, PM મોદીને કારણે પુતિને બદલ્યો નિર્ણય: રિપોર્ટ

India Russia Relations: 2022માં રશિયા-યુક્રેનના યુદ્ધમાં એક બીજા દેશ વચ્ચે સ્થિતિ ગંભીર થઇ ગઇ હતી. મોસ્કો દ્વારા કિવ સામે સંભવિત પરમાણુ હુમલાનો સામનો કરવા માટે અમેરિકાએ પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી હતી. ન્યૂઝ એજન્સી ANI અનુસાર CNNએ બે વરિષ્ઠ વહીવટી અધિકારીઓને ટાંકીને આ સમાચાર આપ્યા છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે પીએમ નરેન્દ્ર મોદી અને અન્ય દેશોની પહોંચે પણ આ સંકટને ટાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે બાઇડેન વહીવટીતંત્ર ખાસ કરીને એવી સંભાવના વિશે ચિંતિત હતા કે રશિયા વ્યૂહાત્મક અથવા યુદ્ધભૂમિ પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ કરી શકે છે.

પીએમ મોદીની પહોંચથી સંકટ ટાળવામાં મદદ મળી: અમેરિકન અધિકારી
CNNના અહેવાલ મુજબ, આશંકાઓ વચ્ચે અમેરિકાએ રશિયાને આવા હુમલાઓ ન કરવા માટે ભારત સહિત બિન-સાથીઓની મદદ માંગી હતી. યુએસના અધિકારીઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય લોકો દ્વારા આઉટરીચ અને જાહેર નિવેદનોએ આ સંકટ ટાળવામાં મદદ કરી છે. નોંધનીય છે કે પીએમ મોદીએ ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં એસસીઓ સમિટમાં રાષ્ટ્રપતિ પુતિનને કહ્યું હતું કે ‘આ યુદ્ધનો યુગ નથી’ અને ત્યારબાદ આ નિવેદન ભારતની અધ્યક્ષતામાં મળેલી G20માં પણ કહ્યું હતું.

સીએનએનએ વહીવટીતંત્રના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે, ‘મને લાગે છે અમારું માનવું છે કે આંતરરાષ્ટ્રીય સમુદાયને આ અંગેની ચિંતા દર્શાવવી, ખાસ કરીને રશિયા અને વૈશ્વિક દક્ષિણના મુખ્ય દેશોની ચિંતા, મદદરૂપ પ્રેરક પરિબળ હતું અને તેમને બતાવ્યું કે આ બધાની કિંમત શું હોઈ શકે છે.’ અધિકારીએ જણાવ્યું કે ‘મને લાગે છે કે હકીકત એ છે કે આપણે જાણીએ છીએ કે ભારત મહત્વનું છે.‘હું તેને હકારાત્મક રીતે બતાવી શકતો નથી, પરંતુ મને લાગે છે કે તે અમારું મૂલ્યાંકન છે.’

નોંધનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધના સંબંધમાં ભારતે હંમેશા નાગરિકોની હત્યાની નિંદા કરી છે અને શાંતિપૂર્ણ ઉકેલ લાવવાનું આહ્વાન કર્યું છે. ગયા વર્ષે ઉઝબેકિસ્તાનમાં એસસીઓ સમિટ દરમિયાન પીએમ મોદીએ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને કહ્યું હતું કે આ યુદ્ધનો યુગ નથી.પીએમ મોદીના આ નિવેદને ઘણી હેડલાઈન્સ બનાવી હતી અને આ નિવેદન ભારતની અધ્યક્ષતામાં G20ના કોમ્યુનિકમાં પણ આપવામાં આવી હતી.