May 1, 2024

ડોલરની સામે ઓલ ટાઈમ લો પર પહોંચ્યો રૂપિયો

Rupee All-Time Low Level: ભારતીય શેર માર્કેટમાં ગત અઠવાડિયે ઘટાડો જોવા મળ્યો છે. આજે પણ સ્ટોક માર્કેટમાં ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે આજે રૂપિયો પણ નીચે આવ્યો છે. આજે રૂપિયો ડોલરની સામે સૌથી નીચેના સ્તર પર પહોંચ્યો છે. રૂપિયો શરૂઆતના કારોબારમાં નવ પૈસા ઘટીને અમેરિકી ડોલરની સામે 83.53 પર આવી ગયો છે. જે સાથે આજે રૂપિયો ઓલટાઈમ નીચા સ્તરે પહોંચ્યું છે.

રૂપિયામાં શા માટે આવ્યો ઘટાડો
મજબુત અમેરિકી કરન્સી અને કાચા તેલની ઊંચી કિંમતની વચ્ચે મંગળવારે રૂપિયો એકદમ નીચેના સ્તર પર પહોંચ્યો છે. આ સાથે આજે રૂપિયાએ તેનો ઓલટાઈમ લો નો રેકોર્ડ ચાલી રહ્યો છે. નિષ્ણાતોના મતે ઘરેલુ માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ અને FIIની સતત વેચવાલીના કારણે ઈન્વેસ્ટર સેન્ટિમેન્ટ પર અસર જોવા મળ્યું.

આ પણ વાંચો: RTE હેઠળ પ્રથમ રાઉન્ડમાં 39,979 બાળકોને અપાયો પ્રવેશ, વાલીઓને SMSથી કરાઈ જાણ

રૂપિયાના ઘટાડાની શું થશે અસર
વિદેશી વસ્તુઓની ખરીદી મોંઘી થઈ જશે. આયાત માટે સરકારે વધારે નાણા ચૂકવવા પડશે. જેના કારણે વિદેશી મુદ્રા ભંડારના સ્ટોરેજ પર પણ વિપરિત અસર દેખાશે. ભારતીય વિદ્યાર્થીઓ જે વિદેશમાં અભ્યાસ કરે છે. તેમની ફી અને અન્ય ખર્ચમાં વધારે નાણાની જરૂર પડશે.

સોમવારે થયો ઘટાડો
ઈન્ટરબેંક ફોર્ન કરન્સી એક્સચેન્જ બજારમાં 83.51 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યો હતો. શરૂઆતના સૌદા પછી 83.53 પ્રતિ ડોલર પર આવી ગયો છે. જે બંધ થયેલા ભાવ કરતા 9 પૈસા જેટલા ઘટાડા સાથે છે. જે તેના ઐતિહાસિક નીચલા સ્તર પર પહોંચ્યું છે. સોમવારે રૂપિયો ડોલરના મુકાબલે 83.44 પર બંધ થયો છે.