ઘરઆંગણે રાજસ્થાનની ‘રોયલ’ જીત, દિલ્હી કેપિટલ્સને 12 રને હરાવ્યું

IPL 2024: રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સની 9મી રમાઈ હતી. જેમાં ઘર આગંણે રાજસ્થાન રોયલ્સની જીત થઈ હતી. તમને જણાવી દઈએ કે IPL 2024માં રાજસ્થાન રોયલ્સની આ બીજી જીત છે. આ પહેલા રાજસ્થાન રોયલ્સની ટક્કર લખનૌ સુપર જાયન્ટ્સ સાથે હતી.
દિલ્હીને મોંઘી પડી
રિયાન પરાગની 84 રનની ઇનિંગ રમી હતી. જેમાં રિયાન પરાગે 45 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે રાજસ્થાનની જીતનો હીરો રિયાન પરાગ બની દયો હતો. રાજસ્થાનની ટીમ આઠ ઓવર પછી 38 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. પરંતુ રિયાન પરાગે આખી મેચનો રંગ બદલી નાંખ્યો હતો. કાલની મેચનો હીરો બનતાની સાથે તેણે રાજસ્થાનની ટીમને જીત અપાવી હતી.
આ પણ વાંચો: હાર્દિક થયો ભારે ટ્રોલ, ચાહકો થયા ગુસ્સે
બેટિંગ ફ્લોપ
186 રનના ટાર્ગેટના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવર બાદ 5 વિકેટના નુકસાન પર 173 રન માત્ર બનાવી શકી હતી. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 49 રન બનાવ્યા હતા.ઋષભ પંતનું પણ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. તેને માત્ર 28 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. IPL 2024માં અત્યાર સુધી 9 મેચ રમાઈ છે. નવાઈની વાત એ છે કે અત્યાર સુધી રમાયેલી તમામ મેચો ઘરઆંગણે જે ટીમની મેચ હોય તેમની જીત થઈ છે. રાજસ્થાની આ બીજી જીત છે. મુંબઈની ટીમને બેક ટુ બેક હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવે આવનારી મેચ મુંબઈના સ્ટેડિયમમાં છે હવે ઘર આગંણને જીતનો સીલસીલો યથાવર્ત રહે છે કે પછી મુંબઈની ટીમને ઘર આંગણે પણ હારનો સામનો કરવાનો વારો આવશે.