રોનાલ્ડોનો નવો રેકોર્ડ, યુટ્યુબ ચેનલ લોન્ચ કરતાં જ મળ્યા 10 લાખ સબસ્ક્રાઇબર્સ
Ronaldo Record: પોર્ટુગલના દિગ્ગજ ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ બુધવારે પોતાની યુટ્યુબ ચેનલ લોન્ચ કરી. રીઅલ મેડ્રિડના પૂર્વ સ્ટારના ફેન્સ તેની ચેનલ સબ્સ્ક્રાઇબ કરવા અને તે પોતાનું જીવન કેવી રીતે જીવે છે તે વિશે વધુ જાણવા માટે YouTube પર ઉમટી પડ્યા. ચાહકોની ઉત્સુકતા એટલી બધી હતી કે રોનાલ્ડોએ સૌથી ઝડપી એક મિલિયન એટલે કે 10 લાખ સબસ્ક્રાઇબર્સનો યુટ્યુબનો રેકોર્ડ તોડી નાખ્યો. રોનાલ્ડોએ માત્ર 90 મિનિટમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી.
સમાચાર લખાઈ રહ્યા છે ત્યાં સુધી, રોનાલ્ડોની ચેનલ પર 15.4 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ થઈ ચૂક્યા છે. ફૂટબોલ સ્ટારે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ દ્વારા તેની યુટ્યુબ ચેનલ શરૂ કરવાની જાહેરાત કરી હતી, જ્યાં તેના 636 મિલિયન ફોલોવર્સ છે. રોનાલ્ડોના ‘X’ પ્લેટફોર્મ પર 112.5 મિલિયન ફોલોવર્સ છે. જ્યારે ફેસબુક પર 170 મિલિયન ફોલોવર્સ છે.
24 કલાકમાં મળ્યું ગોલ્ડન પ્લે બટન
રોનાલ્ડોએ પોતાની યુટ્યુબ ચેનલની જાહેરાત કરતાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરતાં લખ્યું હતું, ‘ઇન્તેઝાર ખતમ થયો. મારી યુટ્યુબ ચેનલ આખરે લોન્ચ થઈ ગઈ છે. આ નવા સફર પર મારી સાથે જોડાઓ.’ પોતાનો પહેલો વીડિયો પોસ્ટ કરવાના ગણતરીના કલાકોમાં જ તેની ચેનલ પર 1.69 મિલિયન ફેન્સ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી ચૂક્યા હતા. રોનાલ્ડોના આ વીડિયોને 90 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. રોનાલ્ડોને 24 કલાકની અંદર ગોલ્ડન પ્લે બટન પણ મળી ગયું. જ્યારે તેણે પોતાના બાળકોને ગોલ્ડન પ્લેનું બટન બતાવ્યું તો બધા ઉત્સાહિત થઈ ગયા. તેણે X પર તેનો વીડિયો પણ શેર કર્યો છે. હાલ, રોનાલ્ડોની ચેનલ પર 15.4 મિલિયન મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ થઈ ચૂક્યા છે.
View this post on Instagram
મેસ્સી કરતા રોનાલ્ડોના વધારે સબ્સ્ક્રાઇબર્સ
રોનાલ્ડોના હરીફ અને ઇન્ટર મિયામી માટે રમનાર આર્જેન્ટિનાના લિયોનેલ મેસ્સીની પણ એક YouTube ચેનલ છે અને તેના 2.27 મિલિયન સબ્સ્ક્રાઇબર્સ છે. મેસ્સીએ પોતાની ચેનલ 2006માં લોન્ચ કરી હતી. રોનાલ્ડોનું કહેવું છે કે તેની ચેનલ માત્ર તેની ફૂટબોલ કારકિર્દીની વાતો જ લોકો સુધી નહીં પહોંચાડે. પરંતુ તેના ફોલોવર્સને તેના પરિવાર, હેલ્થ, પોષણ, તૈયારી, રિકવરી, એજ્યુકેશન અને વ્યવસાય અંગે પણ પણ માહિતી આપશે.
A present for my family ❤️ Thank you to all the SIUUUbscribers! ➡️ https://t.co/d6RaDnAgEW pic.twitter.com/keWtHU64d7
— Cristiano Ronaldo (@Cristiano) August 21, 2024
આ પણ વાંચો: માત્ર 6 વિકેટ અને જાડેજા બનાવશે ઐતિહાસિક રેકોર્ડ, માત્ર 6 ખેલાડીઓને મળી છે આ સિદ્ધિ
અત્યાર સુધીના મહાન ફૂટબોલરોમાંના એક ગણવામાં આવતા રોનાલ્ડો હાલમાં સાઉદી પ્રો લીગમાં અલ નસ્ર માટે રમી રહ્યો છે. આ ફૂટબોલરે તાજેતરમાં યુરો 2024માં ભાગ લીધો હતો, પરંતુ તે પોતાની ટીમને ટાઈટલ સુધી લઈ જઈ શક્યો નહોતો. આ 39 વર્ષીય ફૂટબોલર તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. તેની શારિરીક ફિટનેસને કારણે તે અત્યાર સુધી કોઈ સમસ્યા વિના રમી રહ્યો હોવાનું જણાય છે, પરંતુ હા, તેની ગોલ કરવાની ક્ષમતા ઘટી ગઈ છે. રોનાલ્ડોનું યુરોપિયન અભિયાન તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હતું, જ્યાં તેની ટીમને ગોલની સખત જરૂર હતી ત્યારે તે બોક્સની અંદરથી ગોલ ન કરી શક્યો. અપેક્ષા હતી કે નિવૃત્તિ બાદ રોનાલ્ડો ધીમે ધીમે કન્ટેન્ટ ક્રિએશન અને અન્ય વ્યવસાયોમાં આગળ વધશે.