March 3, 2025

રોહિત શર્મા એ કરી બતાવ્યું જે વિરાટ-ધોની પણ ન કરી શક્યા, તોંડ્યો કપિલ દેવનો પણ રેકોર્ડ

IND vs NZ: ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળ્યું છે. ન્યુઝીલેન્ડની ટીમને 44 રનથી હાર આપી હતી. ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા આવી હતી. જેમાં 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 249 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડની ટીમે 45.3 ઓવરમાં 205 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. . કેન વિલિયમસન સિવાય એવો કોઈ ખેલાડી ના હતો કે જે સતત ટીમ ઈન્ડિયા સામે રમી શક્યો હોય. આ મેચ દરમિયાન રોહિતે એવું કરી બતાવ્યું કે જે વિરાટ કે પછી ધોની પણ કરી શક્યો ના હતા. આવું જાણીએ રોહિતે ક્યો બનાવ્યો રેકોર્ડ.

આ પણ વાંચો: CT 2025: વિરાટે અક્ષર પટેલના પગ કેમ પકડ્યા?

ICC ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ જીત મેળવનાર ભારતીય કેપ્ટન

  • 3 વખત – રોહિત શર્મા
  • 2 વખત – કપિલ દેવ
  • 1 વખત – સૌરવ ગાંગુલી

રોહિતે ત્રીજી વખત કેપ્ટનશીપ જીતી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આ મેચ જીતતાની સાથે રોહિત ICC ટુર્નામેન્ટમાં ન્યુઝીલેન્ડ સામે સૌથી વધુ જીત મેળવનાર ભારતીય કેપ્ટન બની ગયો છે. આ મામલે રોહિતે કપિલ દેવને પણ પાછળ છોડી દીધો હતો. આ મેચ પહેલા રોહિતે કેપ્ટન તરીકે ICC વર્લ્ડ કપ 2023 ના ગ્રુપ સ્ટેજમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટે હાર આપી હતી. ચેમ્પિયન્સ ટ્રોફીમાં ફરી હવે ન્યુઝીલેન્ડની સામે જીત મળી છે.