May 18, 2024

રોહિત શર્માએ મેચ જીતનાર ખેલાડીઓના કર્યા ભારે વખાણ

અમદાવાદ: ભારતીય ટીમ ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ જીતીને શ્રેણીમાં 3-1ની લીડ મેળવી લીધી છે. મેચ બાદ રોહિત શર્માએ ખેલાડીઓના વખાણ કર્યા હતા. ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ કહ્યું કે તેમાં કોઈ શંકા નથી કે આ ઘણી મુશ્કેલ મેચ જોવા મળી હતી.

અમારી સામે ઘણા પડકારો
ઈંગ્લેન્ડ સામેની ચોથી ટેસ્ટ મેચ જીત્યા બાદ ભારતીય કેપ્ટન રોહિત શર્મા ખેલાડીઓના ખોબલે ભરીને વખાણ કર્યા હતા. જેમાં તેમણે કહ્યું અમારી સામે આ મેચમાં ઘણા પડકારો હતા. અલગ-અલગ ટેસ્ટ મેચોમાં અમારી સામે અલગ-અલગ પડકારો હતા અને મને લાગે છે કે અમે શું હાંસલ કરવા માગતા હતા અને અમે મેદાન પર શું કરવા માગતા હતા. એમાં અમે ગભરાયા નહિ. હું બહુ ખુશ છું.

ઉત્તમ ખેલાડી
રોહિત શર્માએ યુવા ખેલાડીના વખાણ કરતા કહ્યું કે આ ખેલાડીઓએ અહિંયા પહોંચવા માટે ખુબ મહેનત કરી છે. હું જયારે આ યુવા ખેલાડીઓ સાથે વાત કરુ છું ત્યારે મને ખુબ જોરદાર પ્રતિસાદ મળે છે. બીજી ટેસ્ટ મેચ રમી રહેલા ધ્રુવ જુરેલે શાનદાર પ્રદર્શન કરતા જોવા મળ્યા હતા. વિરાટ કોહલીના પણ તેમણે વખાણ કર્યા હતા. જેમાં તેમણે કહ્યું કે વિરાટ કોહલી દરેક પરિસ્થિતિમાં ઉત્તમ ખેલાડી છે.

મેચ જીતી લીધી
રાંચી ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની ટીમે ભારતને જીતવા માટે 192 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. જેમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર શરૂઆત કરી હતી. રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલે મળીને 84 રન બનાવ્યા હતા. ભારતીય ટીમની વાત કરવામાં આવે તો તેણે 120 રન સુધી પહોંચતા 5 વિકેટ ગુમાવી દીધી હતી. શુભમન ગિલે 5, ધ્રુવ જુરેલે પણ 39 રનની અણનમ ઇનિંગ રમી હતી.