December 22, 2024

રોહિત શર્મા પાસે સુવર્ણ તક, વર્લ્ડકપ ટીમના તમામ ખેલાડીઓના નામે રેકોર્ડ

અમદાવાદ: આઈપીએલ ટુર્નામેન્ટ હવે તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. જોકે, આ વખતે ફાઈનલ મેચના પરિણામમાં ચેમ્પિયનનું ટેગ કોઈ ટીમને લાગે એ પહેલા જ ટી20 વર્લ્ડકપ માટેની ટીમ જાહેર કરી દેવામાં આવી છે. જેમાં આ ટુર્નામેન્ટમાં બેસ્ટ પર્ફોમ કરતા ખેલાડીઓનો પ્રભાવ સિલેક્ટર્સ પર ઘણો ઓછો હોવાનું પુરવાર થયું છે. અજીત અગરકરની આગેવાનીમાં 15 ખેલાડીઓના નામ જાહેર કરાયા છે. જેમાં હાર્દિક પંડ્યાને વધુ એક મોટી જવાબદારી સોંપાઈ છે. તેમને ટીમના વાઈસકેપ્ટન બનાવાયા છે. જોકે, હાર્દિક પાસે મુંબઈ ઈન્ડિયન્સની ટીમનું નેતૃત્વ છે. પણ એની કેપ્ટનસીમાં મુંબઈની ટીમની નૌકા હજુ સુધી પાર થઈ નથી. જ્યારે રોહિત શર્માની વાત કરવામાં આવે તો હવે એની પાસે ગોલ્ડન ચાન્સ છે. મોટાભાગની ટી20 ટુર્નામેન્ટ રમનાર રોહિત પાસે ટુર્નામેન્ટ જીતીને વધુ મોટો રેકોર્ડ બનાવવાની સુવર્ણ તક છે. વર્લ્ડકપની ટીમને જોતા એટલું જરૂર કહી શકાય છે કે, પસંદગી કરનારે આઈપીએલની ટુર્નામેન્ટ કરતા એમના વાસ્તવિક રેકોર્ડ અને અનુભવને ધ્યાને લીધા છે. જોઈએ આ તમામ ખેલાડીઓના રેકોર્ડ પર આવનારી ઈન્ટરનેશનલ ટુર્નામેન્ટ કેવા મોટા માઈલસ્ટોન ઊભા કરી શકે છે.

વિરાટ કોહલી

વિરાટ કોહલીનું પ્રદર્શન આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં હંમેશા ખાસ રહ્યું છે. તે ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવનાર ખેલાડી છે. T20 વર્લ્ડ કપમાં વિરાટ કોહલીએ 27 મેચમાં 1141 રન બનાવ્યા છે. સ્ટ્રાઈક રેટની વાત કરવામાં આવે તો 131.30 રહ્યો છે. IPL 2024માં વિરાટનું પ્રદર્શન ખુબ સારૂ રહ્યું છે. તેણે IPL 2024માં 10 મેચમાં 500 રન બનાવ્યા છે. IPL 2024માં તે ઓરેન્જ કેપની રેસમાં પણ હાલ પ્રથમ સ્થાન પર છે.

આ પણ વાંચો: પંજાબ કિંગ્સે થોડા દિવસોમાં SRH ટીમનો મોટો રેકોર્ડ તોડ્યો

રોહિત શર્મા

ભારતીય કેપ્ટન રોહિત શર્મા વર્ષ 2007 T20 વર્લ્ડ કપ વિજેતા ટીમનો ભાગ રહી ચૂક્યો છે. રોહિતના નામે T20માં પાંચ સદી અને 29 અડધી સદી ફટકારી છે. રોહિતે અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે સારી બેટિંગ કરી છે. રોહિતે અત્યાર સુધી મુંબઈ ઈન્ડિયન્સ માટે જોરદાર બેટિંગ કરી રહ્યા છે. 160.30ના સ્ટ્રાઈક રેટથી 311 રન બનાવ્યા છે.

મોહમ્મદ સિરાજ

સિરાજ IPL 2024ની વર્તમાન સિઝનમાં સંઘર્ષ કરી રહ્યો છે. તેણે સિરાજે હાલમાં નવ મેચમાં છ વિકેટ લીધી છે. સિરાજને ભારત માટે T20 ફોર્મેટમાં વધારે અનુભવ છે નહીં. તેણે 10 મેચ રમી છે. ગયા વર્ષના T20 વર્લ્ડ કપ ટીમનો ભાગ નહોતો.

જસપ્રીત બુમરાહ

જસપ્રીત બુમરાહની સામે ટકી રહેવું સરળ નથી. બુમરાહે T20 વર્લ્ડ કપમાં 10 મેચ રમી છે અને આ દરમિયાન તેણે 11 વિકેટ ઝડપી છે. હાલમાં બુમરાહે મુંબઈ તરફથી રમી રહ્યો છે. આઈપીએલની વર્તમાન સિઝનમાં નવ મેચોમાં 6.63ના ઈકોનોમી રેટથી 14 વિકેટ ઝડપી છે.

યશસ્વી જયસ્વાલ

આ વખતે યુવા ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લેવાનો છે. તેણે ગયા વર્ષેના ભારત માટે ડેબ્યુ કર્યું હતું. IPL 2024માં રાજસ્થાન રોયલ્સ તરફથી રમતા યશસ્વીએ શરૂઆતની મેચોમાં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ મુંબઈની સામે મેચમાં તેનું શાનદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. મુંબઈ સામે તે 59 બોલમાં સદી ફટકારવામાં સફળ રહ્યો હતો.

સંજુ સેમસન

સેમસનના નામની વિકેટકીપરની ચર્ચા ખુબ જોવા મળી રહી છે. સેમસન તેની કારકિર્દીમાં પ્રથમ વખત T20 વર્લ્ડ કપ રમવાનો છે. સેમસને આ સિઝનમાં જોરદાર વાત કરી છે અને અત્યાર સુધીમાં તેણે 161.08ના સ્ટ્રાઈક રેટથી 385 રન બનાવ્યા છે.

સૂર્યકુમાર યાદવ

સૂર્યકુમારે T20માં ચાર સદી અને 17 અડધી સદી ફટકારી છે. T20 વર્લ્ડ કપમાં પણ તેનો રેકોર્ડ જોરદાર રહ્યો છે. તેણે બે ઓપરેશન કર્યા બાદ મેદાન પર વાપસી કરી હતી. સૂર્યકુમારે પંજાબ સામે 19 બોલમાં 78 રન અને 52 રનની ઇનિંગ રમી હતી. જેમાં તેનું પ્રદર્શન જોરદાર જોવા મળ્યું હતું.

ઋષભ પંત

કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા બાદ તેણે ફરી મેદાનમાં વાપસી કરી હતી. આ ક્ષણ તેના માટે ખુબ ભાવનાત્મક હતી. અત્યાર સુધીમાં તેણે T20 વર્લ્ડ કપમાં 7 મેચ રમી છે. હાલમાં તે IPL સિઝનમાં પરત ફર્યા છે. તેઓનું પ્રદર્શન જોરદાર જોવા મળી રહ્યું છે. તેણે 10 મેચમાં 160.60ના સ્ટ્રાઈક રેટથી 371 રન બનાવ્યા છે.

હાર્દિક પંડ્યા

ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા T20 વર્લ્ડ કપમાં વાપસી કરશે. હાલ IPL 2024માં મુંબઈની ટીમની કમાન સંભાળી રહ્યા છે. નવ મેચોમાં 197 રન બનાવ્યા છે. જોકે તેમની કપ્તાનીમાં મુંબઈની ટીમનું પ્રદર્શન ખુબ ખરાબ જોવા મળી રહ્યું છે.

અક્ષર પટેલ

અક્ષર પટેલને T20 ફોર્મેટમાં રમવાનો સારો અનુભવ ધરાવે છે. અત્યાર સુધીમાં તેને T20 વર્લ્ડ કપમાં પાંચ મેચ રમી છે. દિલ્હી કેપિટલ્સ તરફથી રમતી વખતે અક્ષરે વર્તમાન સિઝનમાં લગભગ 150 રન બનાવ્યા છે.

શિવમ દુબે

IPLમાં પોતાની આક્રમક બેટિંગથી ધ્યાન આકર્ષિત કરનાર શિવમ દુબે આખરે ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. શિવમ પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લેવા જઈ રહ્યો છે. લેશે. શિવમે વર્તમાન આઈપીએલમાં નવ મેચોમાં 172.41ના સ્ટ્રાઈક રેટથી 350 રન બનાવ્યા છે.

કુલદીપ યાદવ

કુલદીપ સતત શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. કુલદીપે આ પહેલા ક્યારેય T20 વર્લ્ડ કપમાં ભાગ લીધો નથી. હાલ તે આઈપીએલ 2024માં દિલ્હી તરફથી રમી રહ્યો છે. કુલદીપે વર્તમાન આઈપીએલમાં 9 મેચમાં 12 વિકેટ ઝડપી છે.

રવિન્દ્ર જાડેજા

ભારતનો સૌથી અનુભવી ઓલરાઉન્ડર ખેલાડી એટલે રવિન્દ્ર જાડેજા. જાડેજાએ T20 વર્લ્ડ કપમાં 22 મેચમાં 95 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 21 વિકેટ પણ લીધી છે. આઈપીએલ 2024માં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા જાડેજાએ આ સિઝનમાં નવ મેચમાં 157 રન બનાવ્યા છે, 5 વિકેટ પણ લીધી છે.

યુઝવેન્દ્ર ચહલ

T20 ફોર્મેટમાં ભારતના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક ખેલાડી એટલે યુઝવેન્દ્ર ચહલ. ચહલ એકમાત્ર એવો બોલર છે જેના નામે IPLમાં 200 વિકેટ છે. IPL 2024માં રાજસ્થાન તરફથી રમી રહ્યો છે. તેણે આ સિઝનમાં 9 મેચમાં 13 વિકેટ ઝડપી છે.

અર્શદીપ સિંહ

અર્શદીપ સિંહ ગઈ સિઝનમાં ગત T20 વર્લ્ડ કપ ટીમનો હિસ્સો રહ્યો હતો. તે આ વખતે પણ વૈશ્વિક ટૂર્નામેન્ટ માટે ભારતીય ટીમમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો છે. અર્શદીપે આઈપીએલ 2024ની નવ મેચોમાં 12 વિકેટ ઝડપી છે.