January 16, 2025

ઈરાનનો ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો, 150થી વધુ મિસાઈલો છોડી

Iran Missile Attack: અમેરિકાની ચેતવણી બાદ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કર્યો છે. ઈરાને ઈઝરાયેલ પર સૌથી મોટો હુમલો કર્યો છે. ઇરાને ઇઝરાયેલ પર 150થી વધુ મિસાઈલો છોડી છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું કે ઈરાને બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કર્યો છે. નોંધનીય છે કે, અમેરિકાએ આ હુમલા અંગે પહેલા જ ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે જો ઈરાન હુમલો કરશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડશે.

ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર તમામ લોકોને સલામત સ્થળે મોકલી દેવામાં આવ્યા છે. સેનાએ કહ્યું કે લાખો લોકોને બોમ્બ શેલ્ટરમાં મોકલવામાં આવ્યા છે અને તેમને દરેક કિંમતે તેમની સુરક્ષા કરવામાં આવશે. સોશિયલ મીડિયા પર હુમલાની કેટલીક તસવીરો પણ સામે આવી રહી છે, જેમાં જોઈ શકાય છે કે ઈઝરાયેલ દ્વારા મિસાઈલને અટકાવવામાં આવી રહી છે અને ઈરાની હુમલાને હવામાં બેઅસર કરવામાં આવી રહી છે.

ઈરાનના મિસાઈલ હુમલા વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનનું નિવેદન પણ સામે આવ્યું છે. રાષ્ટ્રપતિ બાઇડેને એક X-પોસ્ટમાં કહ્યું હતું કે ઈઝરાયેલ ઈરાની મિસાઈલ હુમલાઓથી પોતાને બચાવવા અને આ ક્ષેત્રમાં અમેરિકી દળો બચાવવામાં મદદ કરવા તૈયાર છે.

બાયડેને વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ અને વ્હાઇટ હાઉસની નેશનલ સિક્યુરિટી ટીમ સાથે X પરની તેમની બેઠક વિશે જણાવ્યું હતું. “અમે ચર્ચા કરી હતી કે કેવી રીતે યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝરાયેલને આ હુમલાઓ સામે પોતાનો બચાવ કરવા અને પ્રદેશમાં અમેરિકન કર્મચારીઓને સુરક્ષિત કરવામાં મદદ કરવા તૈયાર છે.” બીજી બાજુ, ઇઝરાયેલના નાણા મંત્રીએ સોશિયલ મીડિયા પર લખ્યું “ગાઝા, હિઝબુલ્લાહ અને લેબનોનની જેમ, ઈરાન આ વખતે પસ્તાવો કરશે.

ડેડ સી, તેલ અવીવ નજીક મિસાઇલો પડી
ઈઝરાયેલની સેનાએ પોતાના નાગરિકોને કહ્યું છે કે ઈરાન તરફથી મિસાઈલ છોડવામાં આવી રહી છે. સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, “આગળના આદેશો સુધી તમે સુરક્ષિત વિસ્તારમાં રહો.” એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાની મિસાઈલ અને શાર્પનેલ ડેડ સી, દેશના દક્ષિણી વિસ્તાર અને તેલ અવીવની આસપાસના શેરોન વિસ્તારમાં પડી છે, પરંતુ કોઈ જાનહાનિની ​​કોઈ માહિતી નથી.