શ્રીલંકાના મંત્રીનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ, જીપ ચાલક સારવાર હેઠળ
શ્રીલંકાના રાજ્ય મંત્રી શાનત નિશાંથાનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. આ ઘટના ગુરુવારે તારીખ 25-1-2024ના કટુનાયકે એક્સપ્રેસ વે પાસે બની હતી. આ અંગે સ્થાનિક મીડિયાએ માહિતી આપી હતી જેમાં જણાવ્યું કે રાજ્ય મંત્રીનું મોત થયું છે અને તેમની સાથે એક સુરક્ષા અધિકારીનું પણ મોત થયું છે.
કેવી રીતે થયું મોત
રાજ્યમંત્રી નિશાંથા અને સુરક્ષા અધિકારી અને ડ્રાઈવર જીપમાં મુસાફરી કરી રહ્યા હતા. તેમની જીપ કન્ટેનર વાહન સાથે અથડાઈ હતી અને રસ્તાની બાજુની વાડ સાથે અથડાઈ હતી. તે કટુનાયકેથી કોલંબો જઈ રહ્યો હતા. તેઓને રાગામા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જીપ ચાલકની સારવાર ચાલી રહી છે. નિશાંથા 2015 થી સાંસદ હતા અને પુટ્ટલમ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. તેઓ યુનાઇટેડ પીપલ્સ ફ્રીડમ એલાયન્સના સભ્ય હતા અને બાદમાં શ્રીલંકાના પોદુજાના પેરામુનામાં જોડાયા હતા.
આ પણ વાચો: સિતેર વર્ષ બાદ સાઉદીમાં શરાબ, શરત સાથે પીવાની છૂટ
રાજકીય કારકિર્દી
સનથ નિશાંથાનો જન્મ 3 મે 1975ના રોજ ઉત્તર પશ્ચિમ પ્રાંતના ચિલાવ શહેરમાં થયો હતો. તેમનું પ્રાથમિક શિક્ષણ ચિલાવની સેન્ટ મેરી બોયઝ કોલેજમાં મેળવ્યું હતું. શ્રીલંકાની સંસદ અને એ રાજ્યમંત્રી. તેઓ 2015 અને 2020 માં પુટ્ટલમ જિલ્લામાંથી સંસદમાં ચૂંટાયા હતા. 1997ની સ્થાનિક ચૂંટણીઓ લડીને તેઓ શ્રીલંકા ફ્રીડમ પાર્ટીના બેનર હેઠળ અરાચીકટ્ટુવા ડિવિઝનલ કાઉન્સિલ માટે ચૂંટણી લડીને નિશાંથા પ્રથમ વખત રાજકારણમાં સામેલ થયા હતા.
આ પણ વાચો: જેલમાં બંધ ઈમરાન ખાન બધાને ચોંકાવી દેશે, ચૂંટણી પહેલા પ્લાન C તૈયાર
સોનાની ખાણમાં 70લોકોના મોત
આફ્રિકાના માલીમાં સોનાની ખાણ તૂટી પડવાની ઘટનાઓ સામાન્ય બનતી જઈ રહી છે. ત્યારે ફરી એક વખત એવો જ બનાવ સામે બન્યો છે. જેમાં માલીમાં ગેરકાયદેસર સોનાની ખાણ પડી ભાંગવાના કારણે 70 થી વધુ લોકો માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે માલી આફ્રિકાનો ત્રીજો સૌથી મોટો સોનું ઉત્પાદક કરતો દેશ છે. સરકારે પણ આ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે. આફ્રિકન સરકારના નેશનલ ડિરેક્ટોરેટ ઑફ જીઓલોજી એન્ડ માઇનિંગના વરિષ્ઠ અધિકારી કરીમ બાર્થે બુધવારે તારીખ 24-1-2024ના એસોસિએટેડ પ્રેસને અકસ્માતની વિગતોની પુષ્ટિ કરી હતી.