December 21, 2024

ઋષભ પંત થયા નિરાશ, કહ્યું ક્યાં થઈ હતી ભૂલ

IPL 2024: રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સને હારનો સામનો કરવો પડ્યો હતો. 12 રનથી રાજસ્થાનની ટીમનો વિજય થયો હતો. જોકે આ મેચમાં દિલ્હીની ટીમને હારનો સામનો કરતાની સાથે ટીમના તમામ ખેલાડીઓ નિરાશ જોવા મળી રહ્યા હતા. જેમાં કેપ્ટન ઋષભ પંત નિરાશ જોવા મળી રહ્યો હતો.

ઋષભ પંત નિરાશ
આઈપીએલની 17મી સીઝનની શરૂઆતથી દિલ્હી કેપિટલ્સ ઘણી નિરાશાજનક રહી છે. ગઈ કાલની મેચમાં બીજી વખત હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ટીમના કેપ્ટન ઋષભ પંત નિરાશ થઈ ગયા હતા. જેને લઈને તેણે કહ્યું કે હા એ વાત સાચી છે કે હાર મળતાની સાથે હું નિરાશ થયો છું, પરંતુ શીખવાની તક મળી છે.

આ પણ વાંચો: સચિન તેંડુલકરે આ રીતે વધાર્યું ખેલાડીઓનું મનોબળ!

બેટિંગ ફ્લોપ
186 રનના ટાર્ગેટના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 20 ઓવર બાદ 5 વિકેટના નુકસાન પર 173 રન માત્ર બનાવી શકી હતી. દિલ્હી તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ 49 રન બનાવ્યા હતા.ઋષભ પંતનું પણ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. તેને માત્ર 28 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. IPL 2024માં અત્યાર સુધી 9 મેચ રમાઈ છે. નવાઈની વાત એ છે કે અત્યાર સુધી રમાયેલી તમામ મેચો ઘરઆંગણે જે ટીમની મેચ હોય તેમની જીત થઈ છે. રાજસ્થાની આ બીજી જીત છે. મુંબઈની ટીમને બેક ટુ બેક હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. હવે આવનારી મેચ મુંબઈના સ્ટેડિયમમાં છે હવે ઘર આગંણને જીતનો સીલસીલો યથાવર્ત રહે છે કે પછી મુંબઈની ટીમને ઘર આંગણે પણ હારનો સામનો કરવાનો વારો આવશે.

દિલ્હીને મોંઘી પડી
રિયાન પરાગની 84 રનની ઇનિંગ રમી હતી. જેમાં રિયાન પરાગે 45 બોલમાં સાત ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. જેના કારણે રાજસ્થાનની જીતનો હીરો રિયાન પરાગ બની દયો હતો. રાજસ્થાનની ટીમ આઠ ઓવર પછી 38 રનમાં ત્રણ વિકેટ ગુમાવી હતી. પરંતુ રિયાન પરાગે આખી મેચનો રંગ બદલી નાંખ્યો હતો. કાલની મેચનો હીરો બનતાની સાથે તેણે રાજસ્થાનની ટીમને જીત અપાવી હતી.