November 15, 2024

રિષભ પંતનું 638 દિવસ બાદ પુનરાગમન, તોડ્યો ‘ગબ્બર’નો રેકોર્ડ

IND vs BAN: ચેન્નાઈ ટેસ્ટ મેચમાં ભારત અને બાંગ્લાદેશ સામસામે છે. પંત ઘણા સમય પછી ટેસ્ટ ક્રિકેટમાં ફરી જોવા મળ્યો છે. કાર અકસ્માતના કારણે તે 634 દિવસ બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફર્યો છે. આજના દિવસે તે તેની જૂની સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. બીજા દાવમાં ધમાકેદાર સદી ફટકારી હતી.

ધોનીના રેકોર્ડની કરી બરાબરી
પંતે 124 બોલમાં 11 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી તેની ટેસ્ટ કારકિર્દીની છઠ્ઠી ટેસ્ટ સદી પૂરી કરી હતી. આવું કરતાની સાથે તે ઈન્ડિયા માટે સૌથી વધુ ટેસ્ટ સદી ફટકારનાર વિકેટકીપર બની ગયો છે. તેણે મહેન્દ્ર સિંહ ધોનીના રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.  ધોનીએ 90 ટેસ્ટની 144 ઇનિંગ્સમાં 6 સદી ફટકારી હતી. લંચ બાદ તરત જ તેણે સદી પૂરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.

ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધુ ટેસ્ટ સદી
6 – પંત
6 – એમએસ ધોની
3 – રિદ્ધિમાન સાહા

પંતે શિખર ધવનનો રેકોર્ડ તોડ્યો
આ શાનદાર સદીની ઇનિંગ્સ દરમિયાન પંતે બીજી મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ટેસ્ટ ક્રિકેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવવાના મામલે શિખર ધવનને પાછળ છોડી દીધો છે. શિખર ધવને 34 ટેસ્ટ મેચ રમી હતી. જેમાં તેણે 58 ઇનિંગ્સમાં 2315 રન બનાવ્યા હતા.પંત ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર 32મો ભારતીય બેટ્સમેન બની ગયો છે.