December 23, 2024

પંત પુણે ટેસ્ટમાં રમશે કે નહીં? જાણો શું કહ્યું ટીમ ઈન્ડિયાના સહાયક કોચે

IND vs NZ Pune Test: પંતે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. બેંગ્લોર ટેસ્ટની બીજી ઇનિંગમાં તે 99 રન બનાવવામાં સફળ રહ્યો હતો. આ મેચ દરમિયાન પંતને ઈજા થઈ હતી. હવે તેની ચિંતા વધી ગઈ છે. તેને લઈને ટીમ ઈન્ડિયાના સહાયક કોચ રેયાન ડોશેટે કહ્યું કે પંત ઠીક છે અને તે પુણેમાં રમાનારી બીજી ટેસ્ટ માટે પણ મેદાનમાં મેચ રમી શકે છે.

પંતની ફિટનેસ પર જવાબ
પુણે ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા સંપૂર્ણ રીતે તૈયાર જોવા મળી રહી છે. મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં પંતની ફિટનેસને લઈને સવાલ કરવામાં આવ્યો હતો. જેના જવાબમાં ડોશેટે કહ્યું, “પંત એકદમ ઠીક દેખાઈ રહ્યો છે.” તે પુણે ટેસ્ટ મેચમાં રમી શકે છે.” પંતે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 20 રન બનાવ્યા હતા. બીજા દાવમાં 99 રન બનાવ્યા. આ ઇનિંગ દરમિયાન તે સદી ફટકારતા ફટકારતા ચૂકી ગયો હતો.

આ પણ વાંચો: હાર્યા બાદ પણ કેપ્ટન રોહિતે આ 2 ખેલાડીઓના કર્યા વખાણ

પુણેમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ
ભારત પુણેમાં અત્યાર સુધીમાં બે ટેસ્ટ મેચ રમાણી હતી. જેમાં એક મેચમાં ટીમ ઈન્ડિયાને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. એક મેચમાં જીત પ્રાપ્ત કરી છે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે જોરદાર સ્પર્ધા જોવા મળી શકે છે. બંને ટીમ એકબીજાને સખત ટક્કર આપી રહી છે.