November 14, 2024

દુલીપ ટ્રોફીમાંથી બહાર થવા પર રિંકુ સિંહનો ચોંકાવનારો જવાબ

Duleep Trophy: દુલીપ ટ્રોફી 2024ની સીઝન શરુ થવાની છે. આ દુલીપ ટ્રોફીમાં રિષભ પંત, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ, શુભમન ગિલ રમતા જોવા મળશે. રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને આર અશ્વિન જેવા ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. જોકે રિંકુ સિંહને દુલીપ ટ્રોફીની ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. જેના કારણે તમામ લોકો ચોંકી ગયા હતા. આ વિશે પૂછવામાં આવ્યું તો તેણે ખૂબ જ નમ્રતાથી જવાબ આપ્યો હતો. જો તેના સિવાય કોઈ બીજો ખેલાડી હોત તો તે હોબાળો મચાવતો જોવા મળત.

રિંકુ સિંહે શું કહ્યું
રિંકુએ એક મીડિયા સાથેની વાતમાં કહ્યું કે, કંઈ નહીં…મેં (ડોમેસ્ટિક સિઝનમાં) એટલું સારું પ્રદર્શન કર્યું ન હતું. હું રણજી ટ્રોફીમાં વધારે મેચ રમ્યો નથી…મેં 2-3 મેચ રમી છે. મને પસંદ કરવામાં આવ્યો ન હતો કારણ કે હું તેટલું સારું રમી શક્યો ન હતો. આગામી રાઉન્ડની મેચો માટે મારી પસંદગી થઈ શકે છે. રિંકુએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 47 મેચ રમી છે અને 71.59ના સ્ટ્રાઈક રેટથી 3173 રન બનાવ્યા છે.

આ પણ વાંચો: દીપ્તિ શર્માનું જોરદાર પ્રદર્શન, ટીમને અપાવી ટ્રોફી

શાનદાર પ્રદર્શનથી ચર્ચામાં
રિંકુ સિંહ કોલકાતા નાઈટ રાઈડર્સનો બેટ્સમેન છે. વર્ષ 2023માં પોતાના શાનદાર પ્રદર્શનથી તે ચર્ચામાં આવ્યો હતો. જોકે BCCI દ્વારા દુલીપ ટ્રોફી માટે પસંદ કરાયેલા 60 ખેલાડીઓમાં સ્થાન મેળવવામાં રિંકુ સિંહ નિષ્ફળ રહ્યો હતો. તેણે એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે તેની પાછળનું મુખ્ય કારણ સ્થાનિક ક્રિકેટમાં તેનું ખરાબ પ્રદર્શન હતું. દુલીપ ટ્રોફી 2024માં યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, અગ્રણી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કાંડા સ્પિનર ​​કુલદીપ યાદવ અને ઝડપી બોલર મોહમ્મદ સિરાજ જેવા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ ખેલાડીઓ જોવા મળશે.