Paytmને લઈ RBIએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું…
નવી દિલ્હી: પેટીએમ પેમેન્ટ બેંક(PBBL)પર દેશની બેંકિંગ રેગ્યુલેટર ભારતીય રિઝર્વ બેંક(RBI)એ 31 જાન્યુઆરી 2024ના બૈન લગાવી દીધી છે. એ બાદથી સતત એ સવાલ ચાલી રહ્યા હતા કે આ પેટીએમનું શું થશે? 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ બંધ થઈ જશે? આ તમામ સવાલો પર ભારતીય રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નાણાકિય નીતિની જાહેરાત સમયે સ્પષ્ટતા કરી છે.
નાણાકિય નીતિની જાહેરાત કરતા સમયે શક્તિકાંત દાસે કહ્યું કે, રેગ્યુલેશન અંતર્ગત આવવાવાળી કંપનીઓને રેગ્યુલેશનની ગંભીરતા અને નીતિ-નિયમોનું પાલન કરવું પડશે. તેમની આ સલાહ માત્ર પેટીએમ માટે જ નહીં, પરંતુ અન્ય ફિનટેક કંપનીઓને સંદર્ભીને પણ છે. નાણાકીય નીતિના પ્રેસ કોન્ફર્નસમાં આરબીઆઈ ગવર્નરે પેટીએમને લઈને ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.
શક્તિકાંત દાસે કહ્યું કે, પેટીએમને સુધવાનો પુરો સમય આપ્યો હતો, પરંતુ વારંવાર નિયમોનું પાલન નહીં કરવાના કારણે કાર્યવાહી કરવામાં આવી છે. પેટીએમનું નામ લીધા વિના કહ્યું કે, જો નિયમોનું પાલન કરવામાં આવશે, તો કેન્દ્રીય બેંક કોઈ રેગ્યુલેટેડ કંપનીની વિરૂદ્ધ કાર્યવાહી શા માટે થાય? પેટીએમ પેમેન્ટ બેંકનો મામલો ઈડિવિઝુઅલ છે. આ મામલામાં પેમેન્ટની સિસ્ટમને લઈને ચિંતા કરવા જેવી કોઈ વાત નથી.RBI હંમેશા રેગ્યુલેશનના દાયરામાં આવવા વાળી કંપનીઓની સાથે દ્વિપર્શીય ગતિવિધિ પર જોર કરવામાં આવ્યું છે. અમારું હંમેશા એક જ લક્ષ્ય છેકે કંપનીઓ યોગ્ય રીતે કામ કરે.
જ્યારે પણ કોઈ બેંક કે એનબીએફસી રેગ્યુલેશનથી જોડાયેલી યોગ્ય પગલાઓ નથી લેવાતા. એ તમામ પર આર્થિક સંબંધિત નિયંત્રણો લગાવવામાં આવે છે. એક જવાબદાર રેગ્યુલેટર હોવાના કારણે અમે સિસ્ટમની સ્ટેબિલિટી, ડિપોઝિટર્સ અને ગ્રાહકોના હિતોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલા ઉઠાવીએ છીએ.RBIએ પેટીએમને લઈને કરેલી કાર્યવાહી અંગે લોકોમાં ચિંતાઓ હતી. જેને દુર કરી હતી. આ તમામ મુદ્દે ખાસ એફએક્યૂ જારી કરવામાં આવશે.