May 19, 2024

શેર માર્કેટની શાંત શરૂઆત, સપાટ રહ્યા સેન્સેક્સ-નિફ્ટી

મુંબઈ: શેરબજારમાં આજે શાંત શરૂઆત થઈ છે. સેન્સેક્સની શરૂઆત મામૂલી ઘટાડા સાથે થઈ છે. આ સિવાય NSEનો નિફ્ટી સપાટ ઓપનિંગ સાથે દેખાયો છે. મીડિયા, મેટલ, રિયલ્ટી અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગત રોજ પીએસયુ બેંકના શેરમાં જોરદાર ગટાડો નોંધાયો હતો. જે બાદ આજે શરૂઆતમાં માર્કેટ સ્થિર ચાલી રહ્યું છે. બેંક નિફ્ટીમાં તેજીના કારણે સપોર્ટ મળી રહ્યો છે.

શેરબજાર કેવી રીતે ખુલ્યું?
BSE સેન્સેક્સ 71,410 પર ખુલતા શેરબજારમાં 18.14 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે NSE નો નિફ્ટી 9 પોઈન્ટના વધારા સાથે 21,727 ના સ્તર પર ખુલ્યો હતો.

ગત રોજ સારૂ રહ્યું માર્કેટ
ગુરૂવારેનું ટ્રેડિંગ સેશન પણ ભારતીય શેરબજાર માટે ઘણું સારું રહ્યું હતું. નાના અને મધ્યમ શેરોમાં જોરદાર ખરીદીને કારણે નિફ્ટીનો મિડ કેપ – સ્મોલ કેપ ઈન્ડેક્સ આજના કારોબારમાં રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યો છે. સરકારી બેંકોના શેરમાં પણ જોરદાર ખરીદી જોવા મળી રહી છે. જોકે, બજારના બંને મુખ્ય સૂચકાંકો મર્યાદિત રેન્જમાં બંધ થયા છે. આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ 34 પોઈન્ટ ઘટીને 72,152 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી 21,930 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

ટ્રેડિંગમાં SBI 3.78 ટકા, JSW 2.12 ટકા, એક્સિસ બેન્ક 1.77 ટકા, બજાજ ફાઇનાન્સ 1.76 ટકા, નેસ્લે 1.68 ટકા, એશિયન પેઇન્ટ્સ 1.60 ટકા, સન ફાર્મા 1.45 ટકાના વધારા સાથે બંધ થયા છે, જ્યારે પાવર ગ્રીડ 2.33 ટકા, ટેક મહિન્દ્રા 2.31 ટકા, ઇન્ફોસિસ 2.06 ટકા, ટીસીએસ 1.22 ટકાના ઘટાડા સાથે બંધ થયા છે.