Jammuમાં થયેલા હુમલામાં 3 પાકિસ્તાની આતંકવાદીઓ સામેલ, અમેરિકન એમ-4 રાઇફલ વાપરી
Reasi Attack: શિવખોડી ધામથી પરત ફરી રહેલી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ પર હુમલામાં ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓ હોવાનું સામે આવ્યું છે. જેમાં લશ્કર કમાન્ડર અબુ હમઝા પણ આમાં સામેલ હોવાની આશંકા વ્યક્ત કરવામા આવી છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલામાં અમેરિકન એમ-4 રાઈફલ્સનો ઉપયોગ કર્યો હતો.
ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું
આતંકવાદીઓની શોધમાં રિયાસી અને રાજોરીના જંગલોમાં ડ્રોન અને સ્નિફર ડોગ્સની મદદથી ઓપરેશન કરવામાં આવ્યું હતું. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (NIA) અને રાજ્ય તપાસ એજન્સીની ટીમે સોમવારના આ સ્થળ પરથી તમામ પુરાવા શોધીને તેને એકત્ર કરવામાં આવ્યા હતા. તપાસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે બસમાં મુસાફરી કરી રહેલા શ્રદ્ધાળુઓ અને જેને પણ પોતાની નજરથી આ બનાવ જોયો તેમનું કહેવું છે કે રિયાસી અને રાજોરીને અડીને આવેલા જંગલોની ઊંચી ટેકરીઓ પરની ગુફાઓમાં આતંકવાદીઓ છુપાયેલા હતા.
આ પણ વાંચો: Saudi Arabના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદે PM Modiને અભિનંદન પાઠવ્યા
નવ લોકોના મોત
રવિવારે થયેલા હુમલામાં બસમાં મુસાફરીમાં 9 લોકોના મોત થયા હતા. જેમાં ત્રણ ઉત્તર પ્રદેશ અને ચાર લોકો રાજસ્થાનના હતા. બસના ડ્રાઈવર અને કંડક્ટર રિયાસી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. રાજસ્થાનના આ તમામ મૃતકો એક જ પરિવારના હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આ સાથે જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ મૃતકોના પરિવારજનોને 10-10 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.