PM Modiનું રેલવે પર કેમ છે ફોકસ? મંત્રી Ashwini Vaishnawવે જણાવ્યું કારણ…

Ashwini Vaishnaw: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ત્રીજા કાર્યકાળમાં અશ્વિની વૈષ્ણવને રેલવે મંત્રાલયની સાથે સૂચના, પ્રસારણ અને આઈટી મંત્રાલયની જવાબદારી સોંપી દેવામાં આવી છે. ગઈ કાલે તમામ પદોનો ચાર્જ સંભાળતાની સાથે અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં રેલવેમાં અભૂતપૂર્વ ફેરફારો કરી દેવામાં આવ્યા છે.

શપથ લીધા બાદ એક્શન મોડમાં
કેન્દ્રની મોદી 3.O સરકાર રવિવારે મંત્રીઓએ શપથ લીધા હતા. જે બાદ તમામ નેતાઓ એક્શન મોડમાં આવી ગયા છે. મંત્રીઓને વિભાગો સોંપ્યા બાદ આજે તમામ ચાર્જ સંભાળી રહ્યા છે. ત્યારે અશ્વિની વૈષ્ણવે મંગળવારે સવારે રેલવે મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. આ સમયે તેમણે મોદીના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે લોકોએ પ્રધાનમંત્રી મોદીને ફરી દેશની સેવા માટે મત આપ્યા છે. લોકોએ મોદીને આશીર્વાદ આપ્યા છે. આ સાથે તેમણે કહ્યું કે આવનારા વર્ષોમાં રેલ્વે બહુ મોટી ભૂમિકા ભજવશે. રેલવેની ભૂમિકાની વાત કરતા તેમણે કહ્યું કે આવનારા સમયમાં રેલવની ભૂમિકા ખુબ અલગ રહેશે અને તમે છેલ્લા 10 વર્ષમાં આવેલા સુધારાઓ પણ જોઈ શકો છો.

આ પણ વાંચ: MODI 3.0નાં સૌથી ધનવાન મંત્રી પાસે છે 5000 કરોડની મિલકત!

અર્થવ્યવસ્થાની મજબૂત કરોડરજ્જુ
અશ્વિની વૈષ્ણવે વધુમાં કહ્યું કે રેલ્વેનું વિદ્યુતીકરણ, ટ્રેક પર નવા પાટા નાખવા, અનેક પ્રકારની નવી ટ્રેનો અને રેલ્વેમાં નવી સેવાઓ અને સ્ટેશનોના પુનઃવિકાસનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી મોદીએ હેંમેશા રેલવેને ફોકસમાં રાખ્યું છે. તેમણે કહ્યું કે સામાન્ય લોકોની સવારી એટલે રેલવે છે. વડાપ્રધાન મોદીના ત્રીજા કાર્યકાળની શરૂઆત થઈ ગઈ છે. જેમાં અશ્વિની વૈષ્ણવે રેલ્વે ઉપરાંત માહિતી-પ્રસારણ અને આઈટી મંત્રાલયની જવાબદારી સંભાળી રહ્યા છે.