ખરીદતાંની સાથે જ કેમ તૂટવા લાગે છે શેરનો ભાવ?
Investment Tips: શેર બજારમાં રોકાણ કરવા વાળા મોટા ભાગના લોકોને લાગે છેકે તેમની કિસ્મત ખરાબ છે. જેવા એ લોકો કોઈ કંપનીના સ્ટોક ખરીદે છે. એ સાથે જ તેના ભાવ પડવા લાગે છે. એવું પણ થવા લાગે છે કે શેર બજાર તેમને જ ટાર્ગેટ કરી રહી છે અને અમને જ નુકસાન થાય છે. શું તમને પણ એવું લાગે છે? જો હા હોય તો આ આર્ટિકલ તમારી માટે છે.
શેર માર્કેટ શું છે?
શેર બજારમાં પૈસા લગાવતા પહેલા તમારે એ સમજવું પડશે કે બજારમાં કામ કેવી રીતે થાય છે? તેને ચલાવવા વાળા કોન છે? કૌણ આટલા પૈસા નાખે છે? રોજ શેર માર્કેટમાં કરોડો રૂપિયાની લેવડ દેવડ થાય છે. તેનો સૌથી સરળ જવાબ એ જ છે કે શેર બજાર ચલાવવા વાળા લોકો મારા કે તમારા જેવા રિટેઈલ રોકાણકારો તો નથી. શેર બજારમાં મોટા રોકાણકારો સંસ્થાગત રોકાણકારો, સ્થાનિક સંસ્થાના રોકાણકારો અને નાના તથા મોટા વેપારીઓ. આ બધામાં રોકાણ કરવાની ક્ષમતા અલગ અલગ હોય છે. એક રિટેલ રોકાણકાર થોડાક હજારોમાં રોકાણ કરે છે જ્યારે સંસ્થાગત રોકાણો લાખો કરોડોમાં થાય છે. જેના સ્માર્ટ મની કહેવામાં આવે છે. આ સ્માર્ટ મની જ સાચા અર્થમાં બજાર ચાલે છે.
સાચો ખેલ કંઈક આવો હોય છે
મોટા રોકાણકારો પાસે કંપનીઓની અંદરની જાણકારી હોય છે. જે-તે કંપનીને લઈને મોટા મોટા રિસર્ચ કરવામાં આવે છે. તેમની પાસે આ બધા કામ માટે મોટી ટીમ હોય છે. જે મોટી મોટી સેલેરી પણ મેળવે છે. જ્યારે કોઈ શેરનો ભાવ પડે છે. તો એ શેરમાં માટો રોકાણકારો તેમાં પૈસા નાખે છે. ધીરે ધીરે એ શેરના ભાવ ઉપર આવે છે. એ બાદ બીજા લેવલના રોકાણકારો તેમાં પૈસા લગાવવાનું શરૂ કરે છે. એ પછી તે શેરનું એનાલિસિસ કરવામાં આવે છે. આ બંન્ને લેવલ પર પૈસા લગાવ્યા બાદ શેર ઘણા ઉપર આવી જાય છે. ટીવી ચેનલ અને સમાચારોમાં તે શેરની ચર્ચા થવા લાગે છે. આ એજ સમય છે કે જ્યારે નાના રિટેઈલ રોકાણકારો તે શેરમાં પોતાના પૈસા રોકે છે. જ્યારે નાના રોકાણકારો પૈસા લગાવે છે તેમના લાગે છે કે હવે આ શેર રોકેટ થશે.
મુખ્ય રોકાણકારો પૈસા ઉપાડે છે
રિટેલ રોકાણકારો શેર ખરીદે છે. આ સાથે શેરના ભાવમાં વધારો થાય છે. જેના કારણે સૌથી પહેલા જેમણે ઓછી રકમમાં શેરની ખરીદી કરી છે. તેમણે હવે પ્રોફિટ દેખાવા લાગે છે. આથી તરત જ લોકો પ્રોફિટનું બુકિંગ શરૂ કરે છે. જેવા આ લોકો શેરમાંથી પોતાનું પ્રોફિટ ઉપાડે છે. આ સાથે શેરના ભાવ પડવા લાગે છે. મુખ્ય રોકાણકારો પાસે એટલી મોટી માત્રમાં શેર હોય છે. જેના કારણે રિટેલ રોકાણકારો તેના ભાવને પડતા અટકાવી શકતા નથી. જેના કારણે તમામ નાના રોકાણકારોને એવું લાગે છે કે તેમણે જેવો આ શેર ખરીદ્યો કે તરત જ શેરના ભાવ પડી ગયા.