December 19, 2024

ઘરની બહાર નીકળતા પહેલા વાંચો, આ રસ્તાઓ રહેશે બંધ….

Road Closed

ગાંધીનગર ખાતે જાન્યુઆરીમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવા જઈ રહી છે. જેને લઈને ગાંધીનગર કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામામાં તારીખ 9થી 13 સુધી ગાંધીનગરના વિવિધ રસ્તાઓ બંધ રહેશે. જેમાં ‘ગ’ અને ’જ’ રોડ સામાન્ય જનતા માટે બંધ કરવામાં આવ્યો છે.

જાહેરાનામામાં જણાવ્યા અનુસાર આગામી 9થી 13 જાન્યુઆરી સુધી ગાંધીનગરના બે રસ્તાઓ બંધ રહેશે. તો ચ(0)થી ચ(5)ના રસ્તાને નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. તો ગ,ઘ,ચ,ખ, જિલ્લા પંચાયતથી સેક્ટર 17  અને સેક્ટર 16 તરફ જતા રસ્તા પર પણ નો પાર્કિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સર્કિટ હાઉસથી ઝીમ ખાના તરફ અને જિલ્લા પંચાયત તરફના રોડને નો પાર્કિંગ ઝોન જાહેર કરાયા છે.

સેન્ટ્રલ વિસ્તારનો રોડ પણ નો પાર્કિંગ ઝોન રહેશે. શહેરમાં રોડ નંબર 7 સુધી તમામ ભારે વાહનો માટે પ્રતિબંધિત રહેશે. સવારે 6થી રાતના 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છેકે, ‘જ’ રોડ પણ સામાન્ય લોકો માટે બંધ કરવામાં આવ્યો છે.