November 23, 2024

RCBએ પ્લેઓફની રેસમાં પુનરાગમન કર્યું, હવે નસીબનો સહારો

IPL 2024: ગઈ કાલની મેચમાં RCBની ટીમની જીત થઈ હતી. જેના કારણે સતત ત્રણ જીત સાથે તેમની પ્લેઓફની આશા જીવંત રાખી છે. પરંતુ હજુ પણ આગળની સફર કોઈ સરળ નથી.

જીતની હેટ્રિક ફટકારી
RCBએ પ્લેઓફની રેસમાં જોરદાર પુનરાગમન કર્યું છે. ગઈ કાલે ગુજરાતની ટીમ સામે રમાયેલી મેચમાં જીતની હેટ્રિક ફટકારી હતી. આ મેચમાં જીતની સાથે RCBની ટીમ પ્લેઓફની રેસમાં યથાવત રહી છે. આમ છતાં આગળની મેચ કોઈ આસાન નથી. કારણ કે હવે મેચ જીતવાની સાથે તેને નસીબનો પણ આધાર રાખવો પડશે. RCBએ પ્લેઓફની રેસમાં જોરદાર વાપસી કરી છે.

આ પણ વાંચો: વિરાટ કોહલી IPLના ઈતિહાસમાં આ સિદ્ધિ મેળવનાર પહેલો ખેલાડી

ત્રણેય મેચ જીતવી પડશે
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2024માં અત્યાર સુધી ટોટલ 11 મેચ રમી છે. આ દરમિયાન તેણે 4 મેચ જીતી છે અને 7 મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. જેના કારણે RCBની ટીમને પ્લેઓફમાં પહોંચવું ખુબ મુશ્કેલ જોવા મળી રહ્યું હતું. પરંતુ હાલ તો પાઈન્ટ ટેબલમાં 8 પોઈન્ટ સાથે 7માં સ્થાન પર છે. હવે RCBની ટીમની 3 મેચ બાકી છે. આ બાદ પ્લેઓફની રેસમાં રહેવા માટે RCBને ત્રણેય મેચ જીતવી પડશે. આ બાદ પણ RCBની ટીમ પાસે 14 પોઈન્ટ હશે. જેના કારણે તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. RCBની ટીમને પ્લેઓફમાં પહોંચવું હોય તો તેને આવનારી તમામ મેચ જીતવી જરૂરી છે. ટોપ 4ની બહાર બાકી રહેલી કોઈપણ ટીમે 12 પોઈન્ટથી વધુ સ્કોર ન કરવો જોઈએ. આવી સ્થિતિમાં RCBનું પ્લેઓફમાં પહોંચવાનું સપનું પૂરું થઈ શકવાની સંભાવના છે.