December 23, 2024

દીકરી રાશા સાથે રવિના પહોંચી ગુજરાતના સોમનાથ મંદિર, Video શેર કરી કહ્યું-‘હર હર મહાદેવ’

બોલિવૂડ અભિનેત્રી રવિના ટંડન સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર પહોંચી હતી. તેની સાથે તેની પુત્રી રાશા થડાની પણ જોવા મળી હતી, જે આ દિવસોમાં તેના ડેબ્યૂ માટે સમાચારમાં છે. રવિનાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં મહાદેવના દર્શન અને પૂજાની કરતી જોવા મળી રહી છે. તમને જણાવી દઈએ કે રવિના આ દિવસોમાં તેની આગામી વેબ સીરિઝ ‘કર્મા કોલિંગ’ માટે ચર્ચામાં છે.

તેની નવી વેબ સિરીઝ ‘કર્મા કોલિંગ’ના રિલીઝ પહેલા જ રાશા મહાદેવની પૂજા કરવા અને તેમના આશીર્વાદ લેવા સોમનાથ જ્યોતિર્લિંગ મંદિર પહોંચી હતી. રવિના સાથે તેની ટીમ પણ અહીં હાજર હતી. રવીનાની આ પોસ્ટમાં આ સફરની ઘણી સુંદર ઝલક છે, જ્યાં મંદિરની બહાર અને અંદરનો નજારો પણ જોવા મળે છે. માતા અને પુત્રી બંને પરંપરાગત દેખાવમાં છે અને બંનેએ તેમના કપાળ પર ચંદનનું તિલક લગાવ્યું છે.

રવીનાએ આ પોસ્ટ શેર કરી અને લખ્યું – ફોટો માટે પરવાનગી લેવામાં આવી છે

આ પોસ્ટ શેર કરતી વખતે રવિનાએ લખ્યું, Somnath! ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् | उर्वारुकमिव बन्धनान्मृत्योर्मुक्षीय माऽमृतात् || Har Har Mahadev !આ સાથે તેણે લખ્યું છે કે આ તસવીરો સોમનાથ મંદિર ટ્રસ્ટની પરવાનગી બાદ શેર કરવામાં આવી છે. રવિનાની આ પોસ્ટ પર લોકો હર હર મહાદેવની કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે.

‘કર્મા કૉલિંગ’ 26 જાન્યુઆરી 2024ના રોજ રિલીઝ થશે

જો આપણે વેબ સીરિઝ ‘કર્મા કોલિંગ’ વિશે વાત કરીએ, તો તે 26 જાન્યુઆરી 2024ના રોજ OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય રવિના વેલકમ ફ્રેન્ચાઈઝીની ત્રીજી સિક્વલ ‘વેલકમ ટુ ધ જંગલ’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં તેના સિવાય અક્ષય કુમાર, દિશા પટણી, અરશદ વારસી, શ્રેયસ તલપડે, સંજય દત્ત, જેકલીન ફર્નાન્ડીઝ, જોની લીવર, રાજપાલ યાદવ પણ જોવા મળશે.

ઉલ્લેખનીય છે કે રવિનાની લાડલી દીકરી રાશા થડાની અવારનવાર તેના લુકને લઇને ચર્ચામાં રહેતી હોય છે. તો સોશિયલ મીડિયા પર પણ વધારે પ્રમાણમાં એક્ટિવ રહે છે. જેની પર તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. થોડાક દિવસ અગાઉ રાશા શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાન સાથે પણ જોવા મળી હતી જે બાદ બન્ને એકબીજાને ડેટ કરતા હોય એવી ચર્ચાએ પણ જોર પકડ્યું હતું.