અમદાવાદને મેં મારી કર્મભૂમિ બનાવી દીધી છે… રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ અમદાવાદના સ્થાપના દિવસે પાઠવી શુભેચ્છા

Ahmedabad: આજે અમદાવાદનો 614મો સ્થાપના દિવસ છે. અમદાવાદ શહેરની સ્થાપના 614 વર્ષ પહેલાં બાદશાહ અહેમદ શાહે કરી હતી. આ શહેર ગુજરાત રાજ્યનું સૌથી મોટું શહેર છે. અમદાવાદ દેશનું પહેલું હેરિટેજ સિટી છે અને અમદાવાદીઓ આજના દિવસની શહેરભરમાં ઉજવણી કરે છે. ત્યારે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ શુભેચ્છા પાઠવી છે.
અમદાવાદના સ્થાપના દિવસે રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, મારી જન્મભૂમિ ખંભાળિયા છે પરંતુ અમદાવાદને મેં મારી કર્મભૂમિ બનાવી દીધી છે. તેમણે કહ્યું કે થોડાક વર્ષો પહેલાં હું જ્યારે અહીં આવ્યો ત્યારના અમદાવાદમાં અને અત્યારના અમદાવાદની વાત કરીએ તો જગન્નાથ મંદિર, માણેકચોક હોય કે પોળ હોય હું દરેક જગ્યાએ ફર્યો છું. આ સિવાય મોટેરા સ્ટેડિયમનો પણ હું ભાગ હતો. મને આનંદ છે કે જામનગરથી આવ્યા પછી અમદાવાદ મારી કર્મભૂમિ છે.
View this post on Instagram
અમદાવાદીઓને એક અપીલ છે આ નગર એ આપણા સૌનું છે.. અમદાવાદ જેવી મજા ક્યાય નહીં મળે. તેમજ અત્યારે જે રીતે અમદાવાદનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તે આપણા દરેક માટે ગૌરવની વાત છે. એજ રીતે અમદાવાદમાં ઓલિમ્પિક થવાની પણ તૈયારી છે. આ સિવાય દેશ-વિદેશથી લોકો અમદાવાદમાં આવશે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ આખું વિશ્વ આપણું અમદાવાદ જોશે. આજે અમદાવાદના સ્થાપના દિવસે દરેક અમદાવાદીઓને મારી શુભેચ્છાઓ…
આ પણ વાંચો: જામનગરમાં કાશી વિશ્વનાથના 132 વર્ષ જૂના મંદિરમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ