January 14, 2025

સ્ત્રી 2 ની સફળતા પછી રાજકુમાર રાવે તેની ફી વધારી દીધી?

Rajkummar Rao Fees: રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની ફિલ્મ સ્ત્રી 2 એ જબરદસ્ત કમાણી કરી છે. આ ફિલ્મ બ્લોકબસ્ટર હિટ બની છે. આ ફિલ્મ પછી રાજકુમાર રાવ અને શ્રદ્ધા કપૂરની લોકપ્રિયતામાં સતત વધારો થઈ રહ્યો છે. આ વચ્ચે હવે એવી વાત એવી ચર્ચા થઈ રહી છે કે રાજકુમાર રાવે તેની ફી વધારી દીધી છે. આવો જાણીએ કે આ વિશે રાજકુમારે શું જવાબ આપ્યો.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર ચૂંટણીમાં જીતની ઉજવણી સમયે લાગી આગ, MLA સહિત અનેક મહિલાઓ ઘાયલ

રાજકુમાર રાવે ફી વધારી?
એક રિપોટમાં આપેલી માહિતી પ્રમાણે સ્ત્રી 2 એ જબરદસ્ત કમાણી કરતાની સાથે રાજકુમાર રાવે પોતાની ફીમાં વધારો કરી દીધો છે. 5 કરોડ રુપિયા સુધીની તેની ફી છે. આ વિશે રાજકુમારે એક મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે હું એટલો મૂર્ખ નથી કે મારા નિર્માતાઓ પર બોજ નાખું. બ્લોકબસ્ટર ફિલ્મનો હિસ્સો હોવા છતાં મે એક અભિનેતા તરીકે કોઈ મોટો બદલાવ કર્યો નથી. હું આખી લાઈફ કામ કરવા માંગુ છું.