રાજકોટની શાંતિ હોસ્પિટલને ફટકારાયો 23.15 લાખનો દંડ, PMJAYમાં 6 મહિના કરાઈ સસ્પેન્ડ

Rajkot: રાજકોટ શહેરમાં આવેલી શાંતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલને PMJAY યોજનામાંથી છ મહિના માટે સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અને આ યોજનામાં કરેલા ગોટાળા બદલ રૂ.23.15 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
મળતી માહિતી અનુસાર રાજકોટ મહાનગર પાલિકા- વીમા કંપનીની ટીમ દ્વારા મુલાકાત લેતા અનેક ગોટાળા થયા હોવાનું સામે આવ્યું હતું. હોમ પોર્ટલ પર રજિસ્ટર થયેલા ડોક્ટર વિઝીટ દરમિયાન હાજર નહોતા. તેમજ GPCBનું સર્ટિફિકેટ એક્સ્પાયર હતું અને રીન્યુ કરવા માટે કોઈ અરજી પણ કરાઈ નહોતી. હોસ્પિટલના બ્લડ રિપોર્ટની પ્રિન્ટમાં પણ ગોટાળા નીકળ્યા હતા. આ સિવાય એક્સ-રે મશીન જનરલ વોર્ડમાં મુકાયા હતા. જે તબીબનું નામ પોર્ટલમાંથી હટાવી દેવાયું હતું તેના દ્વારા જ 24 સર્જરી કરાઈ હોવાનું સામે આવ્યું છે.
આ પણ વાંચો: ઉત્તરાખંડમાં હિમપ્રપાતમાં ફસાયેલા 55માંથી 46 લોકોને બચાવાયા, હિમાચલમાં 218 રસ્તાઓ બંધ