રાજકોટમાં એક કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર, આરોગ્ય વિભાગનું ચેકિંગ શરૂ
રાજકોટઃ ભારે વરસાદ બાદ રાજ્યમાં રોગચાળો વધે તેવી શક્યતા છે. કારણ કે, ઠેર ઠેર પાણી ભરાવવાને કારણે અને ત્યારબાદ સારી રીતે સાફ ન કરતા હવે તંત્રનું પાપ પ્રજાએ ભો ગવવાનો વારો આવ્યો છે.
રાજકોટની કોટક શેરીની આસપાસનો 1 કિલોમીટરનો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટ મનપાની આરોગ્ય ટીમ કોલેરાના કેસ વધતા સક્રિય થઈ ગઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા 250થી વધુ ઘરમાં સઘન ચેકિંગ હાથ ધર્યું છે.
સાંગણવા ચોક નજીક કોટક શેરીમાં મહિલા કોલેરાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. 43 વર્ષીય મહિલા કોલેરાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે. મંગળવારે રોજ મહિલાને ડાયરિયા થતા કોલેરાની પુષ્ટિ થઈ હતી. ત્યારબાદ તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પ્રાથમિક તપાસ દરમિયાન, બોરવેલનું પાણી પીવાથી મહિલા કોલેરાગ્રસ્ત થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ મહિલાની સ્થિતિ સ્ટેબલ છે.