January 24, 2025

રાજકોટમાં સફાઈ કામદારોની ધરણાના ચોથા દિવસ તબિયત લથડી, કલેક્ટરને કરાઈ રજૂઆત

Rajkot News: રાજકોટમાં સફાઈ કામદારોનાં ધરણાનો આજે ચોથો દિવસ છે. ધરણા પર બેઠેલા કામદારોની તબિયત નાજુક થતા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. સફાઈ કામદારોની ભરતીમાં દાદા દાદીવાળો નિયમ રદ્દ કરવા માંગ કરવામાં આવી છે. RMC દ્વારા નિયમ કર્યો હતો કે જેના દાદા દાદીએ નોકરી કરી હોય તેની પેઢીને જ નોકરી મળશે.

આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી અટક્યો, આ તારીખે લેવાશે નિર્ણય

સફાઈકર્મીઓ કરી રહ્યા છે વિરોધ
RMC દ્વારા નિયમ કરવામાં આવ્યો હતો કે દાદા દાદીએ નોકરી કરી હોય તેમને જ નોકરી મળશે. સમગ્ર રાજ્યમાં ક્યાંય પણ આ નિયમ ના હોવાના કારણે સફાઈકર્મીઓ વિરોધ કરી રહ્યા છે. આજે 2 સફાઈકર્મીની તબિયત લથડતા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ બંનેની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે. આ નિયમ રદ્દ કરવામાં નહીં આવે ત્યાં સુધી કામદારો ધરણા પર બેસી શકે છે.