January 25, 2025

Rajkotની ઘટના અતિ દુ:ખદ, કથાકાર Morari Bapuએ વ્યક્ત કર્યો શોક

Rajkot TRP Game Zone: રાજકોટ ગેમઝોનમાં લાગેલ આગ મામલે દેશભરમાં ચર્ચા થઇ રહી છે. જ્યારે આ ગોઝારી ઘટનાને લઇને લોકો શોક વ્યક્ત કરી રહ્યા છે. આ વચ્ચે હવે કથાકાર મોરારીબાપુએ શોક વ્યક્ત કર્યો છે. ગોંડલમાં ચાલી રહેલી રામકથામાં મોરારી બાપુએ રાજકોટની ઘટના દુ:ખદ ગણાવી હતી. તેમજ તેમણે વાલીઓને માર્મિક ટકોપ પણ કરી છે.

મળતી માહિતી અનુસાર રાજકોટ ગેમ ઝોન અગ્નિ કાંડને લઇને હાહાકાર મચી ગયો છે આ વચ્ચે ગોંડલમાં ચાલી રહેલી રામકથામાં મોરારીબાપુએ શોક વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું છે કે, આ ઘટના ઘટના અતિ દુ:ખદ છે. તેમજ તેમણે વાલીઓને માર્મિક ટકોર કરી હતી. બાળકોનું ધ્યાન રાખવા પણ અપીલ કરી છે. આ સિવાય તેમણે પૂ. મોરારીબાપુ એ રાહત ફંડ માટે 5 લાખ અર્પણ કર્યા છે. મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો: રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે હાઇકોર્ટની સુઓમોટો, કહ્યું – આ માનવસર્જિત ડિઝાસ્ટર…’

ઉલ્લેખનીય છે કે 25 મે, 2024ના દિવસે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં મોટી આગ લાગી છે. આ આગમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી.