May 9, 2024

પોસ્ટરવોર મામલે BJPની કલેક્ટર સહિત રાજ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ

Rajkot Dhoraji poster war bjp Complaint to State Election Commission including collector

ભાજપે લેખિતમાં ફરિયાદ કરી છે

રાજકોટઃ લોકસભા ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે તમામ પક્ષો ચૂંટણી જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ધોરાજીમાં લાગેલા પોસ્ટર મામલે ભાજપ સક્રિય થઈ ગયું છે. ભાજપ દ્વારા પોરબંદર અને રાજકોટ કલેક્ટરને લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે.

આ ઉપરાંત ભાજપે રાજ્ય ચૂંટણી પંચને પણ આ મામલે લેખિતમાં ફરિયાદ કરી છે. જેમાં બેનામી પોસ્ટર લગાવનારા શખ્સો સામે પગલાં માગ કરી છે. ઉલ્લેખનીય છે કે, સામાજિક સૌહાર્દ અને તટસ્થ ચૂંટણી પ્રક્રિયાને અડચણ પહોંચાડનારા શખ્સો સામે કાર્યવાહી કરી કડકમાં કડક પગલાં લેવા માટે માગણી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારી, બે આરોપીની ધરપકડ

આ સમગ્ર મામલે રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ એકટ, 1951ની કલમ 127(A)નો ભંગ થયો હોવાનું જણાયું છે. ત્યારે IPCની કલમ 171(H)ની જોગવાઈઓનો પણ ભંગ થતા, ગુનાહિત કાવતરા માટે IPC 120 કલમ હેઠળ કાર્યવાહીના માગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ રાજ્યમાં ગરમીનો પારો વધશે, સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી

ત્યારે આ ઘટનાની જાણ થતાં જ ગુપ્તચર તંત્ર સક્રિય થઈ ગયું છે. આ મામલે સરકાર તરફથી કોણ સામેલ છે. કોનો સહયોગ મળી રહ્યો છે તે શોધવા રાજ્યનું ગુપ્તચરતંત્ર સક્રિય થઈ ગયું છે. ટૂંક સમયમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે આ ઘટનાક્રમમાં સામેલ લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.