December 16, 2024

રજનીકાંતની સેલેબ્સને ચેતવણી – ચૂંટણીનો સમય છે, શ્વાસ છોડવામાં પણ ડર લાગે છે

Rajinikanth advice to celebrities Its election time even breathing is scary

રજનીકાંતે ચૂંટણીને લઈને રમૂજ કરી હતી.

નવી દિલ્હીઃ રાજકારણ અને સાઉથના સ્ટાર્સનો એકબીજા સાથે સારો સંબંધ રહ્યો છે. તેમાં એનટી રામારાવ (એનટીઆર)થી લઈને એમજીઆર, જયલલિતા, વિજયકાંત, ચિરંજીવી, પવન કલ્યાણ અને કમલ હસન જેવા દિગ્ગજ નેતાઓના નામ સામેલ છે. સુપરસ્ટાર રજનીકાંત પણ 1995થી રાજકારણમાં પ્રવેશવાના સંકેત આપતા હતા. તેમણે ‘રજની મક્કલ મંદરામ’ નામની પાર્ટી પણ બનાવી હતી, પરંતુ એકપણ ચૂંટણી લડ્યા વિના 2021માં તેનો અંત આવ્યો હતો. હવે જ્યારે એક તરફ દેશમાં 2024ની લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, તો બીજી તરફ ચેન્નાઈમાં સુપરસ્ટાર રજનીકાંતે મજાકમાં કંઈક એવું કહ્યું છે, જેને ચાહકો ચૂંટણીના માહોલમાં સ્ટાર્સ માટે મોટી સલાહ માની રહ્યા છે.

રજનીકાંત બુધવારે ચેન્નાઈમાં એક હોસ્પિટલની નવી શાખાના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે જણાવ્યુ હતુ કે, આ હોસ્પિટલમાં તેમની મોટી સર્જરી થઈ છે, જ્યારે મુખ્ય અતિથિ તરીકે ભાષણ આપતા તેમણે મજાકમાં ચૂંટણીનો ઉલ્લેખ પણ કર્યો હતો. દેશમાં ચૂંટણીનો માહોલ છે અને આવી સ્થિતિમાં તેઓ મોઢું ખોલતા પણ ડરે છે. ભારતમાં લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાવા જઈ રહી છે, તેની શરૂઆત એપ્રિલ મહિનાથી થશે.

આ પણ વાંચોઃ સદ્ગુરુએ જીવનું જોખમ હોવા છતાં મીટિંગ કેન્સલ ન કરી, 40 વર્ષનો ઇતિહાસ જાળવ્યો

રજનીકાંતે પણ કમલ હસનનું નામ લઈને મસ્તી કરી
તેમના સંબોધન દરમિયાન હોસ્પિટલ વિશે વાત કરતા રજનીકાંતે કહ્યુ કે, ‘પહેલા જ્યારે પૂછવામાં આવ્યું કે કાવેરી હોસ્પિટલ ક્યાં છે, તો લોકો કહેતા હતા કે તે કમલ હસનના ઘરની નજીક છે. હવે જ્યારે પૂછવામાં આવ્યું કે કમલનું ઘર ક્યાં છે તો લોકો કહે છે કે તે કાવેરી હોસ્પિટલ પાસે છે.’ ત્યાં હાજર મીડિયાના લોકો સાથે મસ્તી કરતા રજનીકાંતે કહ્યુ કે, ‘મીડિયાના લોકો પણ અહીં છે… હું કહેવા માંગુ છું કે આ સામાન્ય વાત છે. હવે આગળ એમ ન લખતા કે રજનીકાંતે કમલ હસનની ઝાટકણી કાઢી!’

આ પણ વાંચોઃ સાજિદે મારા બાળકોને કેમ માર્યા…? માતાએ જણાવ્યું કેવી રીતે ખૂલશે રહસ્ય

રજનીકાંતે હસીને કહ્યું – મને બોલતા ડર લાગે છે
રજનીકાંતે વધુમાં કહ્યુ કે, ‘ખરેખર હું અહીં બિલકુલ બોલવા માંગતો ન હતો, પરંતુ મને થોડા શબ્દો કહેવા માટે કહેવામાં આવ્યું હતું. જ્યારે મેં તેમને પૂછ્યું કે શું મીડિયા હાઉસના લોકો પણ કાર્યક્રમમાં આવશે, તો તેમણે કહ્યું કે કેટલાક હશે. પણ હવે આ બધા કેમેરા સામે જોઈને મને ડર લાગે છે. આ પણ ચૂંટણીનો સમય છે. મને શ્વાસ છોડતા પણ ડર લાગે છે.’

રજનીકાંત અમિતાભ બચ્ચન સાથે ‘વેટ્ટાઇયાં’માં જોવા મળશે
રજનીકાંતનું આ ભાષણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ચાહકોનું કહેવું છે કે, થલાઈવાએ મજાકમાં સ્ટાર્સને ચૂંટણીના માહોલમાં ચૂપ રહેવાની સલાહ આપી છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રજનીકાંત છેલ્લે ‘લાલ સલામ’માં કેમિયો રોલમાં સ્ક્રીન પર જોવા મળ્યા હતા. હવે તે ટીજે જ્ઞાનવેલના નિર્દેશનમાં બની રહેલી ‘વેટ્ટાઇયાં’માં જોવા મળશે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, ફહદ ફાસિલ અને રાણા દગ્ગુબાતી પણ છે.