December 23, 2024

Rajasthan: રોડ અકસ્માતમાં ગુજરાતના બે દંપતી સહિત પાંચના મોત

રાજસ્થાન અકસ્માત: બીકાનેર જિલ્લામાં આજે વહેલી સવારે એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં ગુજરાતના બે દંપતીઓ સહિત પાંચ લોકોનું મોત નીપજ્યું છે. પોલીસે આ અંગે જાણકારી આપી છે. પોલીસે જણાવ્યું છે કે, આ ઘટના નોખા સ્ટેશન વિસ્તારમાં અમૃતસર-જામનગર રાજમાર્ગ પર તે સમયે થઇ જ્યારે એક સ્કોર્પિયો આગળ ચાલી રહેલા વાહન સાથે ટકરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ગંભીર અકસ્માતમાં સ્કોર્પિયોમાં જઇ રહેલા પાંચ લોકોની ઘટના સ્થળે જ મોત થઇ ગઇ હતી. તેમણે મૃતકોની ઓળખ ગુજરાતના ડૉ. પ્રતીક, તેમની પત્ની હેત ગુજરાતમાં જ નર્સિંગ અધિકારી પૂજા તેમને તેમના પતિ કરણ તરીકે થઇ છે. આ અકસ્માત ભારતમાલા એક્સપ્રેસ વે પર થયો હતો. રાસીસર પાસે ઉભેલી ટ્રક સાથે સ્કોર્પિયો અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ સિવાય આ અકસ્માતમાં પ્રતી અને હેતલની દોઢ વર્ષની દીકરી હતી. જેનું પણ ઘટના સ્થળે મોત નીપજ્યું છે. અધિકારી અનુસાર આ દરેક લોકો કાશ્મીરથી ગુજરાતના કચ્છ પરત ફરી રહ્યા હતા. જોકે, વહેલી સવારે ચાર વાગ્યે અકસ્માતની ઘટના સર્જાઇ હતી. જોકે, પીડિતોના પરિવારજનોને આ અંગ માહિતગાર કરવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે અકસ્માતમાં મોત થયેલ તમામ મૃતકો માંડવી વિસ્તારના હોવાનું માલૂમ પડ્યું છે. તેમજ વહીવટીતંત્રએ મૃતકોના પરિવારજનનો સંપર્ક કર્યો છે. તમને જણાવી દઇએ કે આ અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના કૂચા બોલાઇ ગયા હતા.