May 18, 2024

ફરી એકવાર સિંહની પજવણીનો વીડિયો થયો વાયરલ

સિંહની પજવણીનો વીડિયો: સિંહોની પજવણીના વીડિયો અવારનવાર વાયરલ થતા રહે છે. ત્યારે હાલ ગીર પંથકના વિસ્તારોમાં સિંહોનો પજવણીનો વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. રિલ બનાવવાની ઘેલછામાં કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. જોકે, વીડિયોને આધારે હાલ વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર સિંહોની સુરક્ષામાં વનવિભાગ ફરી વામણું પુરવાર થયું છે. રિલ બનાવવાની ઘેલછામાં કાયદાનું ઉલ્લંઘન કરતો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. ગીર પંથકના વિસ્તારોમાં સિંહોની પજવણીનો વીડિયો વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે. ગામડાના માર્ગ પર સિંહની નજીક જઇને આ વીડિયો ઉતારવામાં આવ્યો છે. જોકે, વન વિભાગે વીડિયોના આધારે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તેમજ વન વિભાગે પજવણી ખોર સામે કાર્યવાહી કરે એવી પણ માંગ કરી છે.

વાયુવેગે વાયરલ થયો વીડિયો

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, રસ્તા વચ્ચોવચ સિંહ બેઠો છે અને એક વ્યક્તિ સિંહની નજીક જતો જોઇએ શકાય છે. આ સિવાય વીડિયોમાં એવું પણ જોઇએ શકાય છે કે, સિંહ પર લાઇટ પાડવામાં પણ આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે,  દેશ વિદેશના સહેલાણીઓ ગીર અભ્યારણમાં સિંહ દર્શન માટે આવતા હોય છે. ગીર સોમનાથ જિલ્લો એટલે સાંસ્કૃતિક ઐતિહાસિક વિરાસત ધરાવતો પ્રદેશ છે. એવામાં પ્રાણી પ્રેમીઓ અવારનવાર ગીરની મુલાકાત લેતા હોય છે. પરંતું અનેક વખત સિંહની પજવણીના વીડિયો વાયરલ થતા રહે છે.