બનાસકાંઠામાં મતદાન વચ્ચે ટાઢક થઈ, વાતાવરણમાં અચાનક પલટો
બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં કમોસમી વરસાદ પડ્યો છે. અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેના કારણે મતદારોને ગરમીથી રાહત મળી છે. વરસાદ પડવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ચાલુ વરસાદે વોટિંગ
બનાસકાંઠામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. પરંતુ મહત્વની વાત એ છે કે વરસાદ પડવા છતાં લોકો ચાલુ વરસાદે મતદારો વોટિંગ કરવા નીકળ્યા હતા. જોકે આજ સવારથી રાજ્યમાં ભારે ગરમી પડી રહી છે. જેના કારણે લોકો મત આપવા માટે પણ ઓછા નિકળી રહ્યા હતા. એમ છતાં બનાસકાંઠામાં સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે. હવે તો વાતાવરણમાં ઠંડક થતા વધારે મતદાન થઈ શકે છે.
ગુજરાતમાં 11 વાગ્યા સુધીમાં 24 ટકા મતદાન
રાજ્યમાં સવારે 11 વાગ્યા સુધીમાં એટલે કે ચાર કલાકમાં જ 24.35 ટકા મતદાન નોંધાયું છે. સૌથી વધુ મતદાન બનાસકાંઠા જિલ્લામાં નોંધાયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન પોરબંદર જિલ્લામાં નોંધાયું છે. વહેલી સવારથી જ મતદાન મથકો પર લાઇનો લાગી ગઈ છે. લોકો ઉત્સાહભેર મતદાન કરવા માટે પહોંચ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ પણ મતદાન કર્યું છે.
આ પણ વાંચો: બાયડના આ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર, નથી પડ્યો એક પણ મત
9 વાગ્યા સુધીમાં આટલું થયું હતું મતદાન
અમદાવાદ એસ્ટમાં 8.03%, અમદાવાદ વેસ્ટમાં 7.23%, અમરેલીમાં 9.13%, આણંદમાં 10.35%, બનાસકાંઠામાં 12.28%, બારડોલી 11.54%, ભરૂચ 10.78%, ભાવનગર 9.20%, છોટાઉદેપુરમાં 10.27%, દાહોદ 10.94%, ગાંધીનગર 10.31%,જામનગરમાં 8.55%, જૂનાગઢમાં 9.05 % , કચ્છ 8.79 %, ખેડા 10.20%, મહેસાણા 10.14%, નવસારી 9.15%, પંચમહાલ 9.16%, પાટણ 10.42%, પોરબંદર 7.84%, રાજકોટમાં 9.77%, સાબરકાંઠામાં 11.43%, સુરેન્દ્રનગરમાં 9.43%, વડોદરામાં 10.64%, વલસાડ 11.65%, મતદાન અત્યાર સુધીમાં થયું છે.