December 23, 2024

અમદાવાદીઓને મળી મોટી રાહત, લાંબા વિરામ બાદ થઈ મેઘમહેર

ફાઇલ ફોટો

અમદાવાદ: છેલ્લા દસેક દિવસથી અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હતો. જોકે આજે, બપોર બાદ મેઘરાજા ટૂંકી રજાઓ પરથી પાછા આવી ગયા છે અને અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના થલતેજ, વસત્યપૂર, સરખેજ, બોપલ, ચાંદલોડિયા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. છેલ્લા કેટલાય સમયથી અને આજે સવારથી દિવસભરના ઉકળાટ બાદ સાંજના સમયે ધીમીધારે વરસાદ શરૂ થઈ ગયો હતો.