January 23, 2025

રાહુલ ગાંધીની તબિયત લથડી, MP અને ઝારખંડનો પ્રવાસ રદ્દ

અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીની તબિયત બગડી છે. જેના કારણે તેમનો મધ્યપ્રદેશના સતના અને ઝારખંડના રાંચીના પ્રવાસને હમણા માટે રદ્દ કરવામાં આવ્યો છે. તેમના સ્થાને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે સતનાના પ્રવાસ માટે પહોંચશે. કોંગ્રેસના મધ્યપ્રદેશ વિસ્તારના અધ્યક્ષ જીતુ પટવારીએ એક્સ પર લખ્યું કે, રાહુલ ગાંધી અસ્વસ્થ હોવાના કારણે આજે સતના નહીં પહોંચે. આવી સ્થિતિમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેને સતના જવા માટે વિનંતી કરી હતી.

જીતુ પટવારીએ આગળ લખ્યું કે, પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષને સતનામાં કોંગ્રેસના લોકસભા ઉમેદવાર સિદ્ધાર્થ કુશવાહાને સમર્થનમાં થનારી સભામાં ઉપસ્થિતિ રહેશે.

પાર્ટીના પ્રદેશ અધ્યક્શ પટવારીએ કહ્યું કે, રાહુલ ગાંધી જલ્દી જ રાજ્યોના કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ જનતા સાથે જરૂર મુલાકાત લેશે. મહત્વનું છે કે, રાહુલ ગાંધી રવિવારે મધ્યપ્રદેશના સતનાના કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં એક જનસભાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો: કેજરીવાલના ‘શુગર લેવલ’ પર રાજકારણ! AAPએ જાહેર કર્યો તિહારના ડીજીના AIIMSને લખેલો પત્ર

મહત્વનું છે કે, આજે રાંચીમાં ઈન્ડિયા એલાયન્સની મેગા રેલી છે. રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા અને ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનની પત્ની કલ્પના પણ તેમાં ભાગ લે તેવી શક્યતા છે. પ્રભાત તારા મેદાનમાં યોજાનારી આ રેલીમાં કુલ 28 રાજકીય પક્ષો ભાગ લેશે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારુક અબ્દુલ્લા, સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ, તૃણમૂલ કોંગ્રેસના સાંસદ ડેરેક ઓ બ્રાયન, શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદી અને કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા લિબરેશનના દિપાંકર ભટ્ટાચાર્ય પણ રેલીને સંબોધશે. લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આયોજીત આ રેલીમાં પાંચ લાખથી વધુ લોકો આવવાની આશા છે.