November 22, 2024

માઇનર બ્રેઈન સ્ટ્રોક બાદ રાઘવજી પટેલની તબિયત હાલ સ્થિર

બ્રેઈન સ્ટ્રોક - NEWSCAPITAL

રાજકોટઃ રાઘવજી પટેલની મોડી રાત્રે અચાનક તબિયથ લથડતા સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાર બાદ તેમણે વધુ સારવાર અર્થે રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં તબીબોએ તેમણે બ્રેઈન સ્ટ્રોક હોવાનું નિદાન કર્યું હતું. મંત્રી રાઘવજી પટેલ હાલ તબીબોની દેખરેખ હેઠળ ICUમાં દાખલ છે. તબીબોના જણાવ્યા અનુસાર, હાલ મંત્રી રાઘવજી પટેલની તબિયત સ્થિર છે. ન્યૂરોસર્જન ડૉ. સંજય ટીલાળા રાઘવજી પટેલની સારવાર કરી રહ્યા છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ મંત્રી રાઘવજી પટેલના સ્વાસ્થ્યને લઈને ડોક્ટર સાથે વાત કરી હતી.

બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં – ડૉક્ટર
રાજ્યના કૃષિ અને કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલને બ્રેઇન સ્ટ્રોક આવતા હાલ તેઓ રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સતત ડૉક્ટર્સના સંપર્કમાં છે. રાઘવજીભાઈ પટેલની સારવાર કરતાં ડૉ. સાંજે ટીલાળાના જણાવ્યા અનુસાર, રાઘવજીભાઈને માઇનર બ્રેઈન સ્ટ્રોક હતો, તેમની તબિયત હાલ સ્થિર છે. વધુમાં ડૉક્ટરે કહ્યું કે, રાઘવજીભાઈનું બીપી અને ડાયાબિટીસ કંટ્રોલમાં છે. રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા સહિતના ભાજપ આગેવાનો હોસ્પિટલ ખાતે સતત ખડેપગે છે. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, સરકાર અને સંગઠન બન્ને ચિંતિત છે. રાઘવજીભાઈ જલ્દીથી સાજા થાય એ માટે ડોકટર્સ પણ પ્રયત્ન કરી રહ્યા છે.

આ પણ વાંચો : રાજ્ય મંત્રી મુકેશ પટેલ મહાદેવની ભક્તિના રંગમાં રંગાયા

રાઘવજી પટેલ જલ્દીથી સારા થઈ જશે – હર્ષ સંઘવી
રાઘવજી પટેલની તબિયત મુદ્દે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે, સતત મુખ્યમંત્રી અને અમારા મંત્રી સાથે હું ટેલિફોનિક સંપર્કમાં છું. વધુમાં તેમણે કહ્યું કે, રાઘવજી એક ખેડૂતા નેતા છે, તેઓ એક લડવા વાળા નેતા છે, જલ્દીથી સારા થઈ જશે અને લોકોની સેવામાં હાજર થશે.